Charotar Sandesh
ગુજરાત

ગુજરાતમાં કમ્યુનિટિ ટ્રાન્સમિશનનો તબક્કો શરૂ : કોરોનાગસ્ત પરિવારના લોકો બની રહ્યા છે સુપરસ્પ્રેડર…

અમદાવાદ : કોરોનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મેડિકલ એસોશિએશનના પ્રમુખ મોના દેસાઈ દાવો કર્યો છે કે, ગુજરાતમાં કમ્યુનિટિ ટ્રાન્સમિશનનો તબક્કો શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં કોરોનાને લઇને મહત્વના સમાચાર મળી રહ્યાં છે. અમદાવાદ મેડિકલ એસોસિયેશને મોટો દાવો કર્યો છે. અમદાવાદમાં કોમ્યુનિટિ ટ્રાન્સમિશન થયું છે. એએમએના પ્રમુખ મોના દેસાઇએ દાવો કર્યો છે કે એક ઘરમાં એકથી વધારે લોકો કોરોનાગ્રસ્ત થઇ રહ્યાં છે. કોરોનાગ્રસ્ત પરિવારના લોકો સુપરસ્પ્રેડર બની રહ્યાં છે. અમદાવાદમાં કોરોનાને નાથવાનું નવું મોડેલ જરૂરી છે. જો નવું મોડેલ નહીં અપનાવાય તો મોટો ખતરો છે. અમદાવાદમાં આપણે માનીએ તેનાથી જુદી સ્થિતિ છે. દેસાઇનું નિવેદન સરકારના નિવેદનથી વિરૂદ્ધ છે. એએમએના દાવાથી કોરોનાની સ્થિતિ વિકટ બની છે.

છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદમાં ૧૯૬ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૧૮૧ અને અમદાવાદ જિલ્લામાં ૧૫ કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો ૨૪,૯૫૪ પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે ૨૧૨ ર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો ૧૯,૬૪૧ પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે ૩ દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક ૧૫૬૧ પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં ૩૭૬૦ એક્ટિવ કેસ છે.

Related posts

કોરોનાને કારણે એસટી નિગમ દ્વારા ૩ તબક્કામાં ૪૦-૪૦ પ્રિમીયમ બસો દોડાવવા નિર્ણય…

Charotar Sandesh

હું આપમાં જોડાવાનો નથી, આ ભાજપનું કાવતરું છે : હાર્દિક પટેલ

Charotar Sandesh

કોંગ્રેસમાં જૂથવાદ પરાકાષ્ઠાએ, હજુય વધારે ધારાસભ્યોના રાજીનામાં પડશે : નીતિન પટેલ

Charotar Sandesh