Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

માસ્ક પહેરવા અંગે જાગૃતિ લાવવા પેટલાદ પાલિકાનો ફિલ્મી સ્ટાઈલમાં પ્રયાસ…

પેટલાદ : કોરોના સંક્રમણના સમયમાં જો તમે માસ્ક નથી પહેર્યું તો તમે પેટલાદ શહેરના સૌથી મોટા વિલન છો! પેટલાદ નગરપાલિકાએ માસ્ક પહેરવા અંગે જાગૃતિ લાવવા અનોખો પ્રયાસ કર્યો છે.

શહેરમાં જુદાં-જુદાં વિસ્તારોમાં હોર્ડિંગ્સ પર બોલીવુડના સૌથી મોટા વિલન મુગેમ્બો અને ગબ્બરસિંગના ફોટા મૂકીને લોકોને માસ્ક માટે ખાસ કહેવામાં આવ્યું છે.

ફિલ્મી વિલન પાત્રો જેવા કે સોલે પિક્ચરના ગબ્બર અને મીસ્ટર ઈન્ડિયાના મુગેમ્બોના પાત્રોનો સહારો લઈને જુદા જુદા પોસ્ટરો બનાવી શહેરના વિવિધ માર્ગો ઉપર મુકવામાં આવ્યા છે. પાલિકાના આ કાર્યને સૌએ બીરદાવ્યું હતું.

Related posts

રાહત : આણંદ જિલ્લામાં કોરોનાનો માત્ર ૧ કેસ નોંધાયો : રાજ્યમાં આજે નવા ૧૩૮ કેસો…

Charotar Sandesh

આણંદ-ખેડા જિલ્લાની ૧પ૦ કોલેજોમાં ઓનલાઇન પ્રવેશ પ્રકિયા આરંભાશે

Charotar Sandesh

આણંદ જિલ્લામાં બોરસદ તાલુકાના દાવોલના વાજબી ભાવની દુકાનના સંચાલકનો માનવીય અભિગમ…

Charotar Sandesh