Charotar Sandesh
ઈન્ડિયા

દિલ્હી-NCRમાં ભારે વરસાદની આગાહી, ૨૭થી ૨૯ જુલાઈ સુધી ઓરેન્જ એલર્ટ…

ન્યુ દિલ્હી : ભારતના પાટનગર દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ૨૭થી ૨૯ જુલાઈ વચ્ચે ભારે વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે ૨૭થી ૨૯ જુલાઈ સુધી દિલ્હીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે. દિલ્હીની સાથે-સાથે એનસીઆરના શહેરોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ગયા અઠવાડિયે રવિવારથી બુધવાર દરમિયાન પડેલા વરસાદના કારણે દિલ્હીના રોડ-રસ્તાઓ જળમગ્ન થઈ ગયા હતા.
પ્રાઈવેટ વેધર ફોરકાસ્ટર સ્કાઈમેટ વેધરના મુખ્ય હવામાન વિજ્ઞાની મહેશ પલાવતનું કહેવું છે કે રવિવારથી ચોમાસોનો વરસાદ શરૂ થશે. આ સાથે જ દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ, ગુરૂગ્રામ અને ફરીદાબાદમાં હળવો વરસાદ પડી શકે છે.
સ્કાઈમેટ વેધરના અનુમાન પ્રમાણે હાલમાં હિમાચલના નીચાણવાળા વિસ્તારોના મોનસૂન ટ્રફ રવિવારે દિલ્હી તરફ પરત ફરશે. બંગાળની ખાડીમાંથી ઠંડી હવાઓ પણ દિલ્હી પહોંચશે. જેના કારણે મહિનાના અંત સુધીમાં ધોધમાર વરસાદ યથાવત્‌ રહે તેવી શક્યતા છે.
નોંધનીય છે કે આ વખતે ચોમાસુ દિલ્હી-એનસીઆરમાં ૨૫ જૂનના રોજ જ પહોંચી ગયું હતું પરંતુ ત્યારબાદ ૨૦થી વધારે દિવસ સુધી ત્યાં વરસાદ નહતો પડ્યો. આ રવિવારથી ફરીથી વરસાદ પડવાનું શરૂ થશે જે બુધવાર સુધી રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે.

Related posts

રિલાયન્સનું એલાન : ૭૦૦માં મળશે jio Gigafiber ; વાર્ષિક પ્લાન પર ફ્રી LED TV…

Charotar Sandesh

વડાપ્રધાન મોદી ૧૫ ઓગસ્ટે વન નેશન વન હેલ્ડ કાર્ડની ઘોષણા કરે તેવી સંભાવના…

Charotar Sandesh

76 રૂપિયા મોંઘુ થયું ઘરેલૂ રાંધણ ગેસ સિલેંડર, જાણો નવી કીમત…

Charotar Sandesh