Charotar Sandesh
બોલિવૂડ

ભૂમિ પેડનકેર સહિત સેલેબ્સે સુશાંતની ફિલ્મ જોઈ કરી ઈમોશનલ પોસ્ટ…

મુંબઈ : સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા શુક્રવારે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઇ છે. ફિલ્મની રિલીઝ પહેલાં અને પછી સોશિયલ મીડિયા પર લોકોએ સુશાંતને યાદ કરી ઘણા ઈમોશનલ મેસેજ અને પોસ્ટ શેર કરી છે. બોલિવૂડ સેલેબ્સ પણ આમાંથી બાકાત રહ્યા નથી. ભૂમિ પેડનકેર, તાપસી પન્નુ, જેનેલિયા ડિસૂઝા, સ્વરા ભાસ્કર સહિત ઘણા સેલેબ્સે ફિલ્મ જોઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી.
ભૂમિએ લખ્યું કે કેટલી અદભુત ફિલ્મ, ઈમોશનથી ભરપૂર. હું મારી જાતને રડતા અટકાવી શકી નહીં. આવો અજબ દુઃખથી સભર અને સુંદર અનુભવ મેં ક્યારેય નથી કર્યો. કેટલો સુંદર આખરી ડાન્સ. સુશાંતની એક્ટિંગ અદભુત હતી. તેના ફેન્સ માટે આ એકદમ ખાસ ફિલ્મ. ભૂમિએ ડિરેક્ટર અને લીડ એક્ટ્રેસના પણ વખાણ કર્યા હતા.

Related posts

સોનૂ સૂદને મળવા સાયકલ લઈ બિહારથી નીકળેલા ફેન માટે અભિનેતાએ બૂક કરાવી ફ્લાઈટ…

Charotar Sandesh

અજયની ‘તાનાજી’ને ગ્રહણ લાગ્યું… દિલ્હી હાઈકોર્ટમાં પીટિશન દાખલ કરાઈ…

Charotar Sandesh

ફરહાન અખ્તરની ફિલ્મ ’તૂફાન’ની ડેટ જાહેર, ૧૬ જુલાઇએ અમેઝોન પ્રાઇમ વીડિયો પર રીલિઝ થશે…

Charotar Sandesh