ગાંધીનગર : ગુજરાતમાં પવિક્ષ શ્રાવણ માસથી તહેવારોની સિઝન શરૂ થઈ જાય છે ત્યારે રક્ષાબંધન અને ગણેસોત્સવ સહિતના તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે.
હવે રક્ષાબંધની પર્વની હારમાળા શરૂ થઇ જશે પરંતુ આ વર્ષ કોરોના સંકટને કારણે તહેવારની ઉજવણી શકય નથી. રાજ્ય સરકારે પર્વ માટે પણ એક ગાઇડલાઈન રજૂ કરી છે. જેમાં ગણેશ ઉત્સવને લઇને કેટલી સૂચના અપાઇ છે. પર્વને લઇને જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકાયો છે. તેમજ માટીના ગણેશની સ્થાપના કરવા અને સાદગી પૂર્વક જ ઉજવણી કરવા અનુરોધ કરવા રાજ્ય સરકાર દ્રારા અનુરોધ કરાયો છે. આ માટે જાહેરમાં પોસ્ટર્સ લગાવાયા છે.