Charotar Sandesh
વર્લ્ડ

અમેરિકા ચૂંટણી : ભારતીય મૂળની કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ બને તેવી સંભાવના

સંભવિત ઉમેદવારોની યાદીમાં કમલા હેરિસનું નામ ટોચ પર…

USA : ભારતીયોએ વિશ્વભરના દરેક ક્ષેત્રે પોતાની યોગ્યતા સાબિત કરી છે. હવે ભારતીય મૂળની મહિલા અમેરિકામાં ઉપ-રાષ્ટ્રપતિ પદની ઉમેદવાર બની શકે છે. અહેવાલો એવા પણ મળી રહ્યા છે કે યુએસની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટી ભારતીય મૂળની કમલા હેરિસને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરી શકે છે.
અહેવાલો અનુસાર, સંભવિત ઉમેદવારોની એક યાદી મંગળવારે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જો બિડેનના હાથમાં જોવા મળી હતી, જેમાં ટોચ પર કમલા હેરિસનું નામ હતું. અત્યારે ભારતીયો પ્રત્યે ટ્રમ્પનું વલણ સકારાત્મક જોવા મળી રહ્યું છે, પરંતુ કમલા હેરિસની ઉમેદવારી આખા સમીકરણને બદલી શકે છે.
તમને જણાવી દઈએ કે, ૩ નવેમ્બરના રોજ યોજાનારી યુએસની ચૂંટણીઓમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વખતે પણ ઉપરાષ્ટ્રપતિ માઇક પેન્સને ઉમેદવાર જાહેર કર્યા છે. આવી પરિસ્થિતિમાં બંને રિપબ્લિકન ઉમેદવારો મેદાનમાં છે, જ્યારે ડેમોક્રેટ્‌સ હજી પણ ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવારી અંગે મૂંઝવણમાં છે. ટ્રમ્પ આ મૂંઝવણ અંગે ડેમોક્રેટ્‌સ અને બિડેનને નિશાને બનાવતા રહ્યા છે. એવું માનવામાં આવે છે કે પાર્ટીમાં ઉમેદવારીને લઈને મતભેદો છે, પરંતુ કમલા હેરિસનું નામ હજી પણ મોખરે છે.
એવું માનવામાં આવે છે કે કમલા હેરિસ ભારતીય હોવું તે તેમની સૌથી મોટી તાકાત છે. કમલાની માતા ભારતના તમિલનાડુ રાજ્યની હતી. ડેમોક્રેટ્‌સ કમલાની ભારતીય છબીને ભૂંસવા માંગે છે અને ટ્રમ્પને ચેલેન્જ કરવા માટે કમલાની છબી મહિલા અધિકારીઓ માટે મજબૂત મનોબળવાળી અને શક્તિશાળી નેતાની છે.

  • Nilesh Patel

Related posts

ભારતીય મૂળના બે ગુજરાતી યુવકોએ સ્વામિનારાયણ મંદિરમાં સમલૈંગિક લગ્ન કર્યા…

Charotar Sandesh

અમેરિકન કંપની ફાઈઝરે બાળકો પર કોરોના રસીનું ટ્રાયલ શરૂ કર્યું…

Charotar Sandesh

અમેરિકામાં દરેક ચોથો વ્યક્તિ ભારતીય, ૬૦ ટકા પ્રવાસી એશિયાઇ : રિપોર્ટ

Charotar Sandesh