Charotar Sandesh
બોલિવૂડ

સુશાંત કેસઃ મુંબઇ પોલીસની કામગીરી પર અભિનેત્રી તનુશ્રી દત્તાએ શંકા વ્યક્ત કરી

મુંબઈ : સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા કેસમાં રોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યાં છે. મુંબઇ પોલીસની સાથે તપાસમાં હવે બિહાર પોલીસ પણ જોડાઇ ગઇ છે. દરમિયાન બોલીવુડ અભિનેત્રી તનુશ્રી દત્તાએ મુંબઇ પોલીસની કામગીરી પર શંકા વ્યક્ત કરી છે સાથે જ મુંબઇ પોલીસ પર જરા પણ વિશ્વાસ ન હોવાનું કહ્યું છે. આ ઉપરાંત તેણે સુશાંત સુસાઇડ કેસમાં પોતાનો મત રજુ કર્યો છે. તનુશ્રી દત્તાનો એક વિડિયો સામે આવ્યો છે. આ વિડિયો એક લાઇવ ચેટનો છે જેમાં તે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ સહિત બોલીવુડના ઘણા મુદ્દા પર પોતાના ફેન્સની સાથે ખુલીને વાત કરી છે. આ સાથે જ તેણે નિષ્પક્ષ તપાસને લઇને મુંબઇ પોલીસ પર અવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પોલીસની કામગીરી પર તેણે કહ્યું કે મુંબઇ પોલીસ આ પ્રકારના કેસમાં શરૂઆતમાં ઘણી ઉતાવળી નજર આવી હોય છે, ઘણીવાર આરોપીને પણ જાણતી હોય છે
અને નેતાઓ સાથે મળેલી હોય છે. તેઓ બસ લોકોનું નિવેદન નોંધવા માટે બોલાવે છે કારણકે વાતાવરણ ગરમ હોય છે અને લોકોનો સપોર્ટ મળે છે. પોલીસ સુશાંત કેસમાં તેની ગર્લફ્રેન્ડને જબરદસ્તી ફસાવી રહી છે. તેઓ નિર્દોષ લોકોને ૮-૯ કલાક બોલાવી સ્ટેમેન્ટ લેતા હોય છે અને દુનિયાની સામે એવો આંડબર કરતા હોય છે કે તેઓ તપાસ કરી રહ્યાં છે. પરંતુ હકિકતમાં મુંબઇ પોલીસ બોલીવુડ કરતા પણ વધારે ખરાબ છે. પોલીસ તેની આસાપાસના લોકોને, ગર્લફ્રેન્ડ બોલાવી બસ હેરાન કરે છે. કલાકો સુધી બેસાડી રાખશે, પરંતુ મહિનાઓ-વર્ષો સુધી ન્યાય નહીં મળે. ન્યાય જોતો હોય તો પોલીસ અને કાયદા તરફ ન જુઓ.
આ બધા ખાલી દેખાડા પુરતા જ છે અને જનતાને ઉલ્લું બનાવે છે. પોતાના અનુભવ શેર કરતા તનુશ્રીએ કહ્યું કે, શુટિંગ દરમિયાન મારી છેડતી થઇ હતી. મે જે પાંચ વ્યક્તિ સામે ફરિયાદ કરી હતી તેમણે પોલીસે આજ દિવસ સુધી બોલાવી નથી. પરંતુ મને વાંરવાર બોલાવે છે. પુરાવા અને સાક્ષી હોવા છતા મને હજુ સુધી ન્યાય મળ્યો નથી. બની શકે કે સુશાંત સિંહ રાજપૂતના કેસમાં આરોપીઓ જ ફોન કરી જણાવતા હોય શકે છે કે તેની ગર્લફ્રેન્ડને ફસાવો, તેના મિત્રોને ફસાવો જેથી તેમનું નામ કેસમાંથી હટી જાય. આ બધુ જોઇ મારું લોહી ઉકળી ઉઠે છે.

Related posts

ધૂમ-૪માં દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં નજરે પડે તેવી શક્યતા…

Charotar Sandesh

અનુરાગ કશ્યપ, વિકાસ બહલ અને તાપસી પન્નૂના ઘર અને ઓફિસો પર આઈટીના દરોડા…

Charotar Sandesh

આયુષ્માનની ‘બાલા’ ફિલ્મ ૧૦૦ કરોડનાં ક્લબમાં સામેલ…

Charotar Sandesh