Charotar Sandesh
ઈન્ડિયા

સુશાંત કેસના મામલે બિહાર અને મુંબઈ પોલીસ આમને સામને…

સુશાંત કેસમાં બિહાર પોલીસને તપાસ કરવાનો કોઈ જ અધિકાર નથીઃ મુંબઈ પો.કમિશનર

આઈપીએસ વિનય તિવારીને બીએમસીએ ક્વોરન્ટીન કર્યા, નીતીશે કહ્યું, ‘આ યોગ્ય નથી’

મુંબઈ : બોલીવુડના કલાકાર સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યા કે હત્યા તે મામલે ચાલી રહેલી તપાસમાં સુશાંતના પિતા એ કે સિંગ દ્વારા પટનામાં નોંધાયેલી એફઆઈઆરની તપાસ કરવા બિહાર પોલીસ ની એક ટીમ મુંબઈ પહોંચી ત્યારે મુંબઈ પોલીસે બિહારના આઈપીએસ અને ટીમ લીડર વિનય કુમાર તિવારીને ફરજીયાત ક્વોરન્ટીન કરી દેતા બે રાજ્યોની પોલીસ અમને સામને આવી ગઈ છે. બિહારના પોલીસ અધિકારી તોમરના હાથ ઉપર ક્વોરન્ટીન સિક્કો દર્શાવતી વિડીઓ વાયરલ થઇ છે અને બિહારના પોલીસ વડાઈ મુંબઈ પોલીસનો ખુલાસો માંગ્યો છે. સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં ઘીમે-ધીમે નવા ટિ્‌વસ્ટ અને ટર્ન આવી રહ્યા છે. આ કેસમાં મહારાષ્ટ્ર પોલીસ અને બિહાર પોલીસ વચ્ચે ખેચતાણ પણ દેખાઈ રહી છે. તપાસમાં રવિવારે મુંબઈ પહોંચેલા પટનાનાં એસપી વિનય કુમાર તિવારીને બીએમસીએ ક્વોરન્ટીન કર્યા છે. તેમના હાથમાં ક્વોરન્ટીનો સિક્કો લાગ્યા પછી નેક્સ્ટ આદેશ સુધી ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. આનો અર્થ એ છે કે, તેઓ તપાસ માટે કોઈને મળી નહિ શકે.

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કહ્યું કે, ‘આ યોગ્ય થયું નથી. બિહાર પોલીસ માત્ર તેનું કામ કરી રહી છે. તેને રાજકારણ સાથે ન જોડવું જોઈએ. બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ ટ્‌વીટ કર્યું કે, આઈપીએસ અધિકારી વિનય તિવારી આજે પોલીસ ટીમનું નેતૃત્વ કરવા માટે પટનાથી મુંબઈ આવ્યા પરંતુ રાતે ૧૧ વાગ્યે બીએમસીએ તેમને જબરદસ્તીક્વોરન્ટીન કર્યા છે. અમારા કહેવા છતાં તેમની આઈપીએસ મેસમાં રહેવાની વ્યવસ્થા કરી નથી અને હાલ તેમને ગોરેગાવનાં ગેસ્ટ હાઉસમાં રાખ્યા છે. સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં રોજે રોજ નવા નવા વળાંકો આવી રહ્યા છે. બિહારમાં થયેલ સુશાંતના પિતાની ફરિયાદને લઈને બિહાર પોલીસ સુશાંત કેસમાં તપાસ કરવા માટે મુંબઈ આવી છે. જોકે, સમગ્ર ઘટનાક્રમ વચ્ચે મુંબઈ પોલીસ કમિશનરનું ચોંકાવનારું નિવેદન સામે આવ્યું છે. મુંબઈ પોલીસ કમિશનરે નિવેદન કરતા જણાવ્યું છે કે સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં બિહાર પોલીસને તપાસ કરવાનો કોઈ જ અધિકાર નથી.

અમે આ મુદ્દે કાનૂની સલાહ લઇ રહ્યા છીએ. અમે અત્યાર સુધીમાં કોઈને ક્લીન ચિટ નથી આપી. આ કેસમાં મહારાષ્ટ્ર પોલીસ અને બિહાર પોલીસ વચ્ચે ખેચતાણ પણ દેખાઈ રહી છે. મુંબઈ પોલીસ કમિશનરે જણાવ્યું છે કે અમારી પાસે કોઈને કોરન્ટાઇન કરવાનો અધિકાર નથી. આ બીએમસીનો મુદ્દો છે. સુશાંતના પરિવારે ૧૬ જૂનના પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આ મામલે તેમને કોઈના પર શંકા નથી. આ પહેલા, સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં તપાસ કરવા રવિવારે મુંબઈ પહોંચેલા પટનાનાં એસપી વિનય કુમાર તિવારીને બીએમસીએ ક્વોરન્ટીન કર્યા હતા. જેના પગલે બિહારના પ્રધાન સંજય ઝાએ મુંબઈ તંત્ર સામે આકરા પ્રહાર કર્યા છે અને કહ્યું કે એસીપી તિવારીને ક્વોરેન્ટાઇન કરવા એ ગેરવ્યાજબી છે. બિહારની પોલીસ આટલા દિવસથી તપાસ કરી રહી છે તેમ છતાં તેમને ક્વોરેન્ટાઇન નથી કરાયા તો એસપી તિવારીને કેમ ક્વોરેન્ટાઇન કરાયા. આની પાછળ જરૂર કૈંક રંધાઈ રહ્યું છે.

Related posts

વિજય માલ્યાના ભારતમાં પ્રત્યર્પણનો રિપોર્ટ છ અઠવાડિયામાં દાખલ કરો…

Charotar Sandesh

વડાપ્રધાને મહારાષ્ટ્રના અહમદનગરમાં ચૂંટણી સભાને સંબોધી પ્રામાણિક ચોકીદાર જાઈએ કે ભ્રષ્ટ નામદાર, દેશ નક્કી કરેઃ પીએમ મોદી

Charotar Sandesh

વિદ્યાર્થીઓ માટે લંડન વિશ્વનું સર્વશ્રેષ્ઠ શહેર : ટોપ-૫૦માં ભારતનું એક પણ શહેર નહીં…

Charotar Sandesh