Charotar Sandesh
દક્ષિણ ગુજરાત

સુરતમાં કોરોના બન્યો અનસ્ટોપેબલઃ વધુ ૭૦ કેસ નોંધાયા…

સુરત : ગુજરાતમાં હાલ, સુરતમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ છે, ત્યારે આજે સુરત ગ્રામ્યમાં વધુ ૭૦ કેસ નોંધાયા છે. સુરત ગ્રામ્યમાં સૌથી વધુ ૧૮ કેસ ચોર્યાશીમાં નોંધાયા છે.ત્યારબાદ પલસાણા અને કામરેજમાં ૧૨ – ૧૨ કેસ, માંગરોળમાં ૧૧ , ઓલપાડમાં ૦૯ ,બારડોલીમાં ૫ , માંડવીમાં ૨ અને મહુવામાં ૧ કેસ નોંધાયો છે. સુરત ગ્રામ્યમાં કુલ પોઝિટિવનો આંક ૨૯૪૪ ઉપર પહોંચી ગયો છે. જ્યારે સુરત ગ્રામ્યમાં આજ સુધી ૧૨૫ લોકોના મોત થયા છે.
સુરત ગ્રામ્યમાં ગઈ કાલે ૫૧ કેસ નોંધાયા હતા. જ્યારે તેની સામે ૭૨ લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગઈ કાલે સુરત કોર્પોરેશન વિસ્તારમાં ૧૯૪ કેસ નોંધાયા હતા. તેમજ ૧૪૧ લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. ગઈ કાલે સુરત જિલ્લામાં ૧૧ લોકોના કોરોનાથી મોત થયા હતા. જેમાં કોર્પોરેશન વિસ્તારમાં ૮ અને ગ્રામ્યમાં ૩ લોકોના મોત થયા હતા.
સુરત જિલ્લાની વાત કરીએ તો હાલ, સુરતમાં ૩૮૮૬ એક્ટિવ કેસો છે. જે ગુજરાતમાં સૌથી વધુ છે. તેમજ અત્યાર સુધીમાં સુરત જિલ્લામાં ૯૭૨૮ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં ૪૫૭ લોકોના કોરોનાથી મોત થયા છે.

Related posts

સુરતમાં નશાનો કાળો કારોબાર વધ્યો, મુંબઈથી વેચવા આવેલું ૮ લાખનું ડ્રગ્સ પકડાયું…

Charotar Sandesh

ગુજરાતના વાતાવરણમાં પલટો : ૨૨ તાલુકામાં કમોસમી વરસાદ અને ઠંડીના પ્રમાણમાં વધારો નોંધાયો

Charotar Sandesh

તક્ષશિલા અગ્નિકાંડ મામલે ૧૧ લોકો સામે ચાર્જશીટ દાખલ, ૩ વોન્ટેડ…

Charotar Sandesh