Charotar Sandesh
ઈન્ડિયા

મુંબઈમાંથી ૧,૦૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત, બે લોકોની ધરપકડ…

ઇન્ટેલિજન્સ અને કસ્ટમ્સ વિભાગનાં સંયુક્ત ઓપરેશન…

મુંબઈ : દેશની આર્થિક રાજધાની મુંબઈમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મુંબઇમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો છે. તેવું કહેવાય છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં આ ૧૯૧ કિલો હેરોઇનની(ડ્રગ્સ)ની કિંમત એક હજાર કરોડ છે. ઉલ્લેખનીય છે આ મામલે અધિકારીઓએ જણાવ્યું હતું કે નવી મુંબઈના નવી સેવા બંદરેથી આ માલ ઝડપાયો છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલો માલ દરિયાના માર્ગે અફઘાનિસ્તાનથી થઈ મુંબઈ બંદરે પહોંચ્યો હતો. ડાયરેક્ટર ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ અને કસ્ટમ્સ વિભાગનાં સંયુક્ત ઓપરેશનમાં આ માલ જપ્ત કરવામાં આવ્યો છે, આ મામલામાં ૨ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ મામલામાં રેવન્યુ વિભાગે જણાવ્યું છે કે આ સંબંધમાં ધરપકડ કરાયેલા ૨ લોકોને મુંબઈની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને ૧૪ દિવસની કસ્ટડીમાં માં મોકલવામાં આવ્યા છે. આ તમામ ડ્રગ્સ ઘણા કન્ટેનરમાં છુપાવીને લાવવામાં આવ્યા હતા. કન્ટેનરના માલિકની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોટ્‌ર્સ મુજબ, તસ્કરોએ ડ્રગ્સને પ્લાસ્ટિકની પાઈપમાં સંતાડીને રાખ્યું હતું.
આ પાઇપ પર એ રીતે પેઇન્ટ કરવામાં આવ્યું હતું જેથી તે વાંસના ટુકડા જેવા લાવે. તસ્કરોએ આને આયુર્વેદિક દવા બતાવી હતી. આ મામલે ડ્રગ્સના ઈમ્પોર્ટ ડોક્યુમેન્ટ તૈયાર કરનાર ૨ કસ્ટમ હાઉસના એજન્ટ્‌સની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, આ મામલે અન્ય કેટલાંક લોકોની ધરપકડની વાત પણ થઇ રહી છે. એક અંગ્રેજી અખબારના જણાવ્યા અનુસાર, દિલ્હીના એક ફાઇનાન્સરની પણ ધરપકડ કરવામાં આવી છે. તેને મુંબઈ લાવવાની તૈયારીઓ ચાલી રહી છે.

Related posts

મોદી, શાહ બાદ યોગી દેશના ત્રીજા સૌથી ચર્ચિત નેતા

Charotar Sandesh

લોકડાઉન-4 : દેશભરમાં 31મે સુધી લોકડાઉન : મહારાષ્ટ્ર, પંજાબ અને તમિલનાડુએ લોકડાઉન લંબાવ્યુ…

Charotar Sandesh

સીબીએસઈ ૧૦માં અને ૧૨માં બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર…

Charotar Sandesh