Charotar Sandesh
બોલિવૂડ

અંકિતા લોખંડેના ઘરે આવ્યા બે નાના મહેમાન…!!

મુંબઇ : અંકિતા લોખંડેએ હાલમાં જ પોતાના ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક ફોટો શેર કર્યો છે. જેમાં તે બે નાના બાળકો સાથે નજરે પડી રહી છે. એક્ટ્રેસ પોતાના આ ફોટોને લઈને હાઈલાઈટમાં આવી ગઈ છે. ફોટો શેર કરીને અંકિતાએ બાળકોના નામ પણ બતાવ્યા છે. એક્ટ્રેસે કહ્યું કે, આ બંનેના નામ અબીર અને અબીરા છે. જો કે અંકિતાએ એ નથી જણાવ્યું કે આ બાળકો કોના છે. સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ પછી એક્ટ્રેસ અંકિતા લોખંડે ખુબ જ દુઃ ખી હતી. જો કે હવે આ બાળકોને જોઈને એક્ટ્રેસના ચહેરા પર ખુશી આવી ગઈ છે.

એક્ટ્રેસ અંકિતા લોખંડેએ ફોટો શેર કરતા લખ્યું હતું કે, અમારો પરિવાર ખુબ જ ખુશ છે – એક નવી જિંદગીની શરૂઆત. અમારો પરિવાર આ બાળકોના જન્મને લઈને અમીર થઈ ગયો છે. વેલકમ અબીર અને અબીરા. અંકિતા લોખંડેની આ પોસ્ટ પર લોકો કોમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. અંકિતાની આ પોસ્ટ ઉપર એક્ટર કરણવીર બોહરાએ દિલના ઈમોજીની સાથે કોમેન્ટ કરતા લખ્યું હતું કે, ‘છુુુ’.

Related posts

હોલીવુડની રીમેકમાં સાથે જોવા મળી શકે છે રણવીર સિંહ અને કેટરીના કેફ

Charotar Sandesh

દીપિકા, સારાનું વધ્યું ટેન્શન, એનસીબીએ ગુજરાત ફોરેન્સિક લેબમાં મોકલ્યા ૮૫ ગેઝેટસ…

Charotar Sandesh

દીપિકાના ઇન્સ્ટાગ્રામ પર થયા પાંચ કરોડ ફોલોઅર્સ…

Charotar Sandesh