મુંબઇ : બોલીવુડ અને ટીવી અભિનેત્રી મોની રોય વર્તમાન સમયમાં પોતાના પ્રોજેક્ટને કારણે લંડનમાં છે, પરંતુ સોશિયલ મીડિયા પર તેણી ખૂબ જ એક્ટિવ છે. સોશીયલ મીડિયા થકી મોની પોતાના ફેન્સ સાથે સતત જોડાયેલી રહે છે અને પોતાની ડેલી લાઈફને લઈને અપડેટ આપતી રહે છે. આ વચ્ચે અભિનેત્રીએ પોતાની ઈંસ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોના વાયરલ થવાનુ કારણ તેણીની રિંગ છે. ખરેખર વીડિયોમા અભિનેત્રીએ ડાયમંડ રિંગ પહેરેલી છે જેને લઈને અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, તેણીએ ચૂપચાપ સગાઈ કરી લીધી છે.
વીડિયોમાં મૌની રોય પોતાની રિંગ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. જેથી તેણીની સગાઈના સમાચારો પર ચર્ચા થવા લાગી છે. જોકે, અભિનેત્રીએ ખુદ અત્યાર સુધી આ પ્રકારના સમાચારો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. વર્તમાન સમયમાં બી-ટાઉનમાં, મૌની રોય અને ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ ડિરેક્ટર અયાન મુખર્જી વિશે એવી અટકળો ચાલી રહી છે કે, બંને એક બીજાને ડેટ કરી રહ્યા છે. જોકે, મૌની રોય કે અયાન મુખર્જીએ હજી સુધી આવા અહેવાલો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.