Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાશે…

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ધ્વજવંદન કરાવશે…

આણંદ : જિલ્લામાં આગામી તા.૧૫મી ઓગષ્ટ ૨૦૨૦ને શનિવારના રોજ ૭૪માં સ્વાતંત્ર્ય દિનની જિલ્લા કક્ષાની ઉજવણી આણંદ જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર હોવાનું જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું છે.

૭૪માં સ્વાતંત્ર્ય દિન પ્રસંગે જિલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સવારનાં ૯-૦૦ કલાકે શિક્ષણ મંત્રી (પ્રાથમિક, માધ્યમિક, પ્રોઢ), ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ, કાયદો અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો, મીઠા ઉદ્યોગ, ગૌસંવર્ધન અને નાગરીક ઉડ્ડયન ગુજરાત રાજયના મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાશે.

આ ઉપરાંત મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાત દિવસ એક કરીને કોરોનાને નિયંત્રણમાં લાવવા ફરજ બજાવતા કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવનાર હોવાનું જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું છે.

Related posts

આણંદ શહેરમાં ડ્રેઇનની કામગીરીને પગલે કેટલાક માર્ગો ડાયવર્ટ કરાયા, જુઓ વિગત

Charotar Sandesh

પેટલાદ સિવિલ હોસ્પિટલની અનોખી સિધ્ધિ : ૩.૩૧ કિ.ગ્રા.ની બેનીંગ ટ્યુમરની ગાંઠની સફળ સર્જરી કરાઈ

Charotar Sandesh

આણંદ શહેરમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો : નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા…

Charotar Sandesh