Charotar Sandesh
ઈન્ડિયા

ખોટમાં ચાલતી એર ઇન્ડિયાને ખરીદવાની તૈયારીમાં લાગી ટાટા સન્સ…

મુંબઇ : ટાટા ગ્રુપની કંપની ટાટા સન્સે ભારે ખોટમાં ચાલી રહેલ એર ઇન્ડિયાને ખરીદવાની તૈયારી શરૂ કરી દીધી છે. ટાટા ગ્રુપે તેના માટે ડ્યૂ ડૂલિજન્સની શરૂઆત કરી દીધી છે. અહેવાલ અનુસાર ટાટા સન્સના પ્રવક્તાએ કહ્યું કે, કંપની તમામ પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. ત્યાર બાદ જ એર ઇન્ડિયાને ખરીદવાના મામલે કોઈ નિર્ણય લેવામાં આવશે. જોકે તેના માટે કોઈ નાણાંકીય પાર્ટનરની શોધ કરવામાં નથી આવી રહી.

એર ઇન્ડિયાને ખરીદવાના પ્રયત્ન કરી રહેલ કેટલીક અન્ય કંપનીઓ એર ઇન્ડિયા એક્સપ્રેસ માટે બોલી લગાવવાનો પ્રયત્ન કરી રહી છે. આ કંપનીઓ આખી એર ઇન્ડિયા નહીં પરંતુ એર ઇન્ડિયા એક્સપ્રેસ માટે બોલી લગાવવા માગે છે જેથી તેમને આ ડીલ સસ્તી પડે. જોકે હાલમાં સમગ્ર એર ઇન્ડિયા એક બિઝનેસ એન્ટિટી છે, જેમાં તેનું રિયલ એસ્ટેટ પણ સામેલ છે.

હાલમાં ટાટા ગ્રુપ ડ્યૂ ડિલિજન્સ માટે ટોપ લીગલ કંપનીઓ અને કન્સલટન્ટ્‌સ સાથે સલાહ સૂચન કરી રહી છે. મીડિયામાં થોડા સમય પહેલા જ એવા અહેવાલ આવ્યા હતા કે ટાટા ગ્રુપ એર એશિયા ઇન્ડિયા (તેમાં ટાટા સન્સની ૫૧ ટકા હિસ્સેદારી છે.) અને એર ઇન્ડિયાનું મર્જર કરશે અને તેને એક એન્ટિટીમાં બદલી દેશે. ટાટા ગ્રુપની હાલમાં બે એરલાઈન્સમાં હિસ્સેદારી છે. વિસ્તારામાં તેનો ૪૯ ટકા હિસ્સો છે. એર એશિયા ઇન્ડિયામાં પણ હિસ્સેદારી ૪૯ ટકા છે. એર ઇન્ડિયાની ખોટ વધીને ૮૫૦૦ કરોડ રૂપિયાથી વધારે પહોંચી ગઈ છે.

Related posts

કોરોના વાયરસ મહામારી જાહેર કર્યો, ૧ જ દિવસમાં વિશ્વમાં ૩૨૦ના મોત…

Charotar Sandesh

ઉત્તપ્રદેશમાં વાવાઝોડા સાથે વરસાદ અને કરા પડતાં ૨૮ લોકોના મોત…

Charotar Sandesh

કાશ્મીરમાં સૈન્ય કેમ્પો પર હુમલાનું ISIનું કાવતરૂં : કાશ્મીરના રાજૌરીમાં બે જવાન શહીદ

Charotar Sandesh