Charotar Sandesh
ગુજરાત

શ્રાવણ માસના અંતિમ સોમવારે સોમનાથમાં દર્શન માટે ભક્તો ઉમટ્યા…

વેરાવળ : આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે. ત્યારે આજે સોમનાથ મંદિરમાં મેઘરાજાના જળાભિષેક સાથે ભાવિકો સોમનાથ મહાદેવના દર્શન કરી રહ્યાં છે. સોમનાથ મંદિરમાં ભાવિકો સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે મહાદેવના દર્શન કરી રહ્યાં છે. મહાદેવને આજે ભસ્મ શણગાર કરવામાં આવ્યો છે.

મહાદેવના દર્શન કરવા માટે આજે મંદિર બહાર ભક્તોની લાંબી લાઈનો લાગી છે.

સોમનાથ મહાદેવને આજે ભસ્મનો અલૌકિક શણગાર કરવામાં આવ્યો છે. આ અલૌકિક શણગારના દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા છે. આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોવાથી ભાવિકોનો પ્રવાહ સોમનાથમાં વધુ જોવા મળ્યો હતો. સોમનાથ મહાદેવના દર્શન માટે ફરજિયાત પાસ સિસ્ટમ કાર્યરત છે.

તેમજ ભાવિકોએ આજે સોશિયલ ડિસ્ટન્સ સાથે સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. મહત્વનું છે કે રવિવારે સાંજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરવા પહોંચ્યા હતા. તેમજ પરિવાર સાથે સોમનાથ મંદિરમાં પૂજા પણ કરી હતી.

Related posts

આનંદો..!! હોળી પર્વે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશે…

Charotar Sandesh

હજુ પાંચ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી…

Charotar Sandesh

ગુજરાત ધોરણ ૧૦નું પરિણામ આજે સવારે ૮ કલાકેથી ઓનલાઈન જાહેર થશે : જુઓ એક ક્લીક ઉપર

Charotar Sandesh