Charotar Sandesh
ગુજરાત

મુખ્યમંત્રીએ અમદાવાદના ૧૦૧૬ કરોડના ૬૧ કામોનું ઇ-લોકાર્પણ કર્યું…

અમદાવાદ : રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદ મહાનગરને એટ વન ક્લિકથી રૂપિયા ૧,૦૧૬ કરોડના વિવિધ વિકાસ કામોની ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી લોકાર્પણ કર્યું હતું. જે બાબતે સીએમ રૂપાણીએ જણાવ્યું કે, આ સરકાર જનતાની આશા-અપેક્ષાઓ સંતોષનારી અને ફટાફટ નિર્ણયો લઇ વિકાસ કામો આપનારી જનહિતલક્ષી સરકાર છે.
લોકાર્પણ બાદ સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે, લોકોને વિકાસ કામ માગવા આવવું પડતું નથી. પરંતુ, માગ્યા વિના સામે ચાલીને વિકાસ કામ આપનારી આ રાજ્ય સરકાર છે. વિકાસના કામોમાં વધુને વધુ લોકો જોડાઇ, શહેરી જનસુખાકારીમાં સતત વધારો થાય અને ઇઝ ઓફ લિવીંગમાં વૃદ્ધિ સાથે લોકો પ્રગતિ સમૃદ્ધિ મેળવે તેવો ધ્યેય આપણે રાખ્યો છે.
સીએમ રૂપાણીએ રૂપિયા ૨૫૬ કરોડના વિવિધ ૧૫ કામ માટે ઇ-લોકાર્પણ અને રૂપિયા ૭૬૦ કરોડના ૪૬ પ્રજાલક્ષી કામના ઇ-ખાતમૂર્હત ગાંધનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા હતા. અમદાવાદ મહાનગરના પાંચ બ્રીજના નામકરણની ઇ-તકતી અનાવરણથી કર્યા હતા. સીએમ રૂપાણીના હસ્તે ઈ લોકાર્પણસીએમ રૂપાણીના હસ્તે ઈ લોકાર્પણપ્રધાનમંત્રી આવાસ યોજના ઝૂંપડા પુનઃવસન, પુનઃવિકાસ પોલિસી અંતર્ગત સાબરમતી, પાલડી અને દાણીલીમડા વોર્ડમાં તૈયાર થયેલા ૧,૧૮૪ આવાસોનો કોમ્‌૫યુટરાઇઝડ ડ્રો પણ કર્યો હતો. આ આવાસ યોજનામાં ડ્રો મારફતે આવાસ મેળવનારા લાભાર્થીઓ સાથે ટેલિફોનિક સંવાદ કરીને તેમને આવાસ સંકુલમાં સ્વચ્છતા જાળવવાના આગ્રહ સાથે સુખમય જીવનની શુભેચ્છાઓ આપી હતી.

Related posts

બીએપીએસનાં ૧૧૦૦ મંદિર અને લાખો હરિભક્તોને મળી મોટી ભેટ…

Charotar Sandesh

નૂપુર શર્માના વિવાદિત નિવેદનનો રેલો ગુજરાતમાં : ધરપકડની માંગ સાથે આ મહાનગરોમાં વિરોધ પ્રદર્શન કરાયા

Charotar Sandesh

ફરીથી વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, અમદાવાદમાં ૯૧.૨૫નું લિટર…

Charotar Sandesh