આણંદ : મધ્યગુજરાતના કડાણા ડેમમાંથી બે લાખ કયૂસેક પાણી ક્રમશ: મહીસાગરમાં પાવર હાઉસના માધ્યમથી છોડવામાં આવી રહ્યું છે. કડાણા જળાશય ખાતે પાણીની સતત આવકને ધ્યાનમાં લઇને મહી નદીમાં જળ વિદ્યુત મથક અને ગેટમાંથી ક્રમશ: બે લાખ ક્યૂસેક જેટલું પાણી તબકકાવાર છોડવામાં આવનાર છે.
કડાણા ડેમ માંથી બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે , જે આણંદ જિલ્લા ના મહી કાંઠા વિસ્તાર ના ગામો ના ગ્રામ જનો ને સાવચેત રહેવા અને નદી કાંઠા સુધી નહીં જવા અને પોતાના પશુ ઓ ને પણ નદી કિનારે નહીં લઇ જવા અથવા સલામત સ્થળે ખસેડી લેવા કલેક્ટર શ્રી આર.જી.ગોહિલે તાકીદ કરી છે
આણંદ જિલ્લા માં ના મહી નદી કાંઠા વિસ્તાર ના ગામો ની જનતા ને નદી કિનારે કે નદી માં નહીં જવા પણ તાકીદ કરવામાં આવી છે, દરમિયાન કલેક્ટર શ્રી આર.જી.ગોહિલે ભારે વરસાદ ના પગલે ગઈ કાલ થીઆણંદ , બોરસદ, અને ઉમરેઠ, અને આંકલાવ ના પ્રાંત અધિકારીશ્રી, મામલતદાર શ્રી સહીત ગ્રામ્ય વિસ્તારમાં ના સ્થાનિક તલાટી મંત્રી શ્રી ને પોતાના હેડ ક્વાર્ટર માં હાજર રહેવા તાકીદ કરી હતી.
પેટલાદ સિંચાઈ વિભાગ ના કાર્ય પાલક ઈજનેર શ્રી એસ.પી.પટેલ દ્વારા જણાવ્યું હતું કે આણંદ તાલુકાના ખાનપુર, ખેરડા, આકલાવડી, રાજુપુરા, ઉમરેઠ તાલુકા ના પ્રતાપપુરા, ખોરવાડ, બોરસદ તાલુકા ના ગાજણા, સલોલ,કંકા પુરા, નાની શેરડી, કોઠીયાખાડ, દહેવણ, બદલપુર, વાવલોડ , આંકલાવ તાલુકા ના ચમારા, બામણ ગામ , ઉમેટા, ખાડોળા, સંખ્યાડ ,કહાન વાડી, આમરોલ, ભાણપુર, આસરમાં, નવાખલ, ભેટાસી વાટા ,અને ગંભીરા ગામો મહી નદી કાંઠા વિસ્તાર માં આવેલા છે.