Charotar Sandesh
ઈન્ડિયા

૧ નોકરી ૧ હજાર બેરોજગાર, શું કર્યો દેશનો હાલ : રાહુલ ગાંધીના મોદી પર પ્રહાર…

ન્યુ દિલ્હી : દેશમાં વધી રહેલી બેરોજગારીને લઈને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ એક વાર ફરી કેન્દ્રની મોદી સરકાર પર નિશાનો સાધ્યો છે. રાહુલ ગાંધીએ ટ્‌વીટ કરી બેરોજગારીના મુદ્દા પર સરકાર પર નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે , ૧ નોકરી ૧ હજાર બેરોજગાર, શુ કર્યો દેશનો હાલ, તેમણે એક ન્યૂઝ આર્ટિકલને શેર કર્યો હતો. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે સરકારી પોર્ટલ પર એક અઠવાડિયામાં ૭ લાખ લોકોએ નોકરી માટે અરજી કરી છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી દેશની અર્થવ્યવસ્થા અને બેરોજગારીને લઈને સતત કેન્દ્ર સરકાર પર નિશાનો સાધી ચૂક્યા છે. હાલમાં જ તેમણે આરોપ લગાવ્યો હતો કે ઈમેજ સુધારવા માટે પૈસાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. તેમણે ટ્‌વીટ કર્યુ હતુ કે આર્થિક પડતી, બેરોજગારી, ચીનની આક્રમક્તા છે. સરકાર કરદાતાઓના પૈસા ઈમેજ સુધારવામાં લગાવી રહી છે. કોંગ્રેસે એ પણ કહ્યું હતુ કે સરકારે અર્થવ્યવસ્થાની સ્થિતિમાં સુધારો અને રોજગારી વધારવા પોતાની યોજના વિશે દેશને જણાવવું જોઈએ.

Related posts

અમે સંસદમાં ચીનના મુદ્દે ૧૯૬૨થી લઈ અત્યાર સુધી ચર્ચા કરવા તૈયાર : શાહનો રાહુલ ગાંધી પર પલટવાર…

Charotar Sandesh

મમતા બેનર્જી કેન્દ્ર સરકાર પર ભડકી : ન વેક્સિન, ન દવા, છતાં અમને મિટિંગોમાં બોલવા નથી દેવાતા…

Charotar Sandesh

આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પરના પ્રતિબંધને વધુ એક મહિના માટે લંબાવાયો…

Charotar Sandesh