Charotar Sandesh
ગુજરાત

વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાનનું અપાશે વળતર : નીતિન પટેલ

રાજ્યમાં અત્યાર સુધી ૧૨૦ ટકા સરેરાશ વરસાદ…

ગાંધીનગર : ગુજરાતમાં વરસાદે સર્જેલી તારાજીને પગલે રાજ્ય સરકારે ખેડૂતોને નુકસાનીનું વળતર આપવાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે જાહેરાત કરી હતી.
ગુજરાતમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. જેના કારણે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે આ મામલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે રાજ્યમાં શરૂઆતમાં સારો વરસાદ પડ્યો હતો. જોકે બાદમાં ભારે વરસાદ થવાથી ખેડૂતોને જે પણ નુકસાન થયું છે.
તેનું વળતર આપવામાં આવશે. ખેડૂતોને જે નુકસાન થયું છે તેનો સર્વે થશે અને નુકસાન મુજબ રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી મળતી સહાય કરવામાં આવશે. રાજ્યમાં અવિરત વરસાદ યથાવત છે. રાજ્યમાં અત્યાર સુધી ૧૨૦ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છમાં ૨૫૧.૬૬ ટકા સરેરાશ વરસાદ પડી રહ્યો છે.
ત્યારે રાહત કમિશનરે આ અંગે માહિતી આપતા રહ્યું કે રાજ્યમાં પરિસ્થિતિ સંપુર્ણ નિયંત્રણ હેઠળ છે. રાજ્યમાં દ્ગડ્ઢઇહ્લની ૧૩ અને SDRFની ૨ ટીમો તૈનાત છે. જ્યારે NDRF-SDRFની અન્ય ૧૧ ટીમો સ્ટેન્ડ બાય છે. આ ઉપરાંત રાજ્યના ૧૫૪ જળાશયો હાઇ એલર્ટ પર છે. જ્યારે ૧૨ જળાશયો એલર્ટ પર અને ૧૨ જળાશયો વોર્નિંગ પર છે. સતત વરસાદના કારણે રાજ્યની ૬૨ નદીઓ અને ૭૮ મોટા તળાવ ઓવરફ્લો થયા છે.

Related posts

૧૯-૨૦ મેના રોજ ’તૌકતે’ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રાટકવાની સંભાવના…

Charotar Sandesh

કોરોનાએ વેડિંગ શૂટિંગની દશા બગાડી, ફોટો-વીડિયો ગ્રાફરનાં ધંધા થયા ઠપ…

Charotar Sandesh

૨૦૧૯ સાથે રૂપાણીની વિદાય નિશ્ચિત? : નવા વર્ષે ગુજરાતને મળશે નવા નાથ..?

Charotar Sandesh