ઊંઝા : ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ કાફલા સાથે ઊંઝાના ઉમિયા ધામ પહોંચ્યા છે જ્યાં માં ઉમીયાના દર્શન કર્યા હતા અને ત્યારબાદ સી આર પાટીલની રજત તુલા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ઉત્તર ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. ત્યારે આજે બીજા દિવસે સી આર પાટીલ કાફલા સાથે ઊંઝાના ઉમિયાધામ પહોંચ્યા હતા જ્યાં તેઓનું રજત તુલા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું જો કે રજતતુલામાં કાર્યકરો અને નેતાઓની ભીડ ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સ ભૂલાયું હતું..