-
ભાદરવા સુદ પૂનમથી વદ અમાસ સુધીના શ્રાદ્ધનાદિવસોને આપણા ધર્મ શાસ્ત્રે અતિશય મંગલ અને પવિત્ર ગણ્યા છે…
-
આપણે સૌ એ પૂર્વજોના, ઋષિઓના એ કારણે ઋણી છીએ કે આપણામાં જે સારા જીવનમૂલ્યો છે, સાત્વિક જીવન જીવવાની આપણને જે, પ્રેરણા અને સંસ્કાર મળ્યા છે તે, એ લોકોની તપશ્ચર્યાનું પરિણામ છે…
ભાદરવા સુદ પૂનમથી વદ અમાસ સુધીના શ્રાદ્ધનાદિવસોને આપણા ધર્મ શાસ્ત્રે અતિશય મંગલ અને પવિત્ર ગણ્યા છે. આપણા ઋષિઓ,પૂર્વજો અને પિતૃઓને આ દિવસોમાં શ્રદ્ધા અને આદરપૂર્વક તેમજ કૃતજ્ઞતાપૂર્વક યાદ કરવાના અને તેમણે ઊભી કરેલી પરંપરા મુજબ પ્રભુનેગમતાંસત્કર્મો કરીને તેમને તૃપ્ત કરવાના હોય. આપણે સૌ એ પૂર્વજોના, ઋષિઓના એ કારણે ઋણી છીએ કે આપણામાં જે સારા જીવનમૂલ્યો છે, સાત્વિક જીવન જીવવાની આપણને જે, પ્રેરણા અને સંસ્કાર મળ્યા છે તે, એ લોકોની તપશ્ચર્યાનું પરિણામ છે. જૂના કાળનો અસંસ્કારી અવ્યવસ્થિત માનવ સાત્વિક સંસ્કારી બને,પ્રભુનેગમતાથવાય તેવા વિચારો અને સંસ્કાર, તેના જીવનમાં ઉતરે તે માટે ઋષિઓએ પોતાના લોહીનું પાણી કર્યું. ઘરે ઘરે,ઝૂંપડેઝૂંપડે, ફરીને તેને કૃતજ્ઞી અને ઈશ્વરનિષ્ઠ બનાવ્યો તેવા ઋષિઓનું આ પંદર દિવસોમાં જો આપણે ભાવથી યાદ ન કરીએ તો નગુણા અને કૃતઘ્ની બનવાનું પાપ વહોરી લીધું ગણાય ! જે દિવસે મારા સદગત માતા-પિતા કે સ્વજન આ જગત છોડીને ગયા તે દિવસે તેમને અને તેમણે કરેલા પ્રેમને ભાવથી યાદ કરું, તે દિવસો તો મંગલ જ ગણાય ને ?? શ્રાદ્ધ -સરાદીયાનાદિવસોનેઅધકચરાજ્ઞાન, વહેમ, અંધશ્રદ્ધા કે બાલિશતાથી અમંગળ કે અપશુકનિયાળ ગણવા તે મહાન પાપ છે. આ દેવતુલ્યઋષિઓએ માણસનું વૈયક્તિક જીવન, સામાજીક જીવન, રાષ્ટ્રીય જીવન સંસ્કારી,કૃતજ્ઞી અને ક્રિયાશીલ બને તે માટે તેમણે જે અથાક પરિશ્રમ કર્યો, તે ભૂલી જઈએ તો આપણામાં કૃતઘ્નીપણાનો-નગુણાપણાનો દોષ આવી જાય. અને કૃતઘ્નીપણું એ કદી ન ધોઈ શકાય તેવું પાપ છે.
કમનસીબે આપણે ઋષિઓનું આપણા ઉપરનું ઋણ વિસરી ગયા છીએ. ભાગ્યે જ કોઈ એવી સંસ્થા, સ્થળ કે નગર હશે જેને ઋષિના પવિત્ર નામ સાથે જોડ્યું હોય !! ‘મા’ને છોડી માસીનેપૂજવાની નીતિને કારણે આપણે સમાજ સુધારકો, કવિઓ કે રાજકીય નેતાઓને યાદ કરીને તેમના નામ સાથે માર્ગ, મકાન કે સંસ્થાને જોડીએ છીએ પણ ઋષિઓના નામો આપણે તો યાદ પણ રાખ્યા નથી. તેમાં અપવાદરૂપ એક પવિત્ર સંસ્થા થાણેની તત્વજ્ઞાન વિદ્યાપીઠ છે. જ્યાં પેલા ઋષિઓના નામ અને કામની ઝાંખી થાય છે. તે સંસ્થા જાણે ઋષિઓનું ઘર લાગે છે. શ્રાધ્ધીયાના દિવસોમાં સંસાર વ્યવહારના કૌટુંબિક કે સામાજીકકામો હાથમાં ન લઈએ તોજ સત્કર્મો કરવા અંગે વિચાર કરવા વેગળા બેસી શકાય. શાસ્ત્રકારોએ તેથી જ સૂચવ્યું કે ‘આ પંદર દિવસોમાં તમે સમય અને શક્તિ વપરાય તેવા વિવાહ,લગ્નો કે નવો ધંધો શરૂ કરવાના કામો આઘા રાખી આત્મચિંતન કરતા બેસો. ભૌતિક જીવનની જંઝાળ છોડશો તો જ આવતા ભવનું ભાથું બાંધવાનું ચિંતન કરી શકશો. અહીંનો રૂપિયો અમેરિકામાં ન ચાલે તેમ અહીંના વાડી, વૈભવ, મોટાઈ, કીર્તિ કશું જ સાથે નહીં આવે. સદગત સ્વજનોનીયાદમાંસત્કર્મો, દાન વગેરે અને પોતાના આગલા જન્મ માટે પ્રભુનેગમતાં દૈવી કાર્યો આ બે જ વાતો આ પંદર દિવસ દરમ્યાન મનમાં રમવી જોઈએ. કેવળ દાન પુણ્યની વાત અહિં નથી. પ્રભુને કેન્દ્રમાં રાખીને નિમિત્તમાત્રનીભૂમિકાથીએવા સતકર્મો કરવાના કે જેનાથી મન, બુદ્ધિ શુદ્ધ અને પવિત્ર બને. આ એક સ્વતંત્ર વિષય હોઈ તેની અહીં વિસ્તૃત ચર્ચા અસ્થાનેગણાશે. માણસના સત્કર્મોના પાયામાં પ્રભુ હોવો જોઈએ. પણ પછીના કાળમાં બન્યું એવું કે વેદ, ઉપનિષદ, ગીતા જેવા વૈદિક વિચારોનું શ્રવણ, મનન, ચિંતન ભૂલાતા ગયા અને પૌરાણિક લોકોના હાથમાં ગયેલાં શાસ્ત્રશુદ્ધ વિચારો અંધશ્રદ્ધા, વહેમ અને ભયભીત વૃતિથીખરડાઈ ગયા. ‘ટીલું તાણ્યું, ટીપણું ખોસ્યું ને પંડિત મારું નામ..’ એ મુજબ આવા લોકોના હાથમાં જ ધર્મ આવી ગયો. પછી તો શું ન થાય ? અને શ્રાદ્ધનાદિવસોને લોકો અમંગળ, અશુભ અને અપશુકનિયાળ માનવા લાગ્યા. અમારા ગામમાં સગડી સળગાવીને રસોઈ બનાવતીપશી ડોશી સરાદીયામાં કોલસા પણ ન લાવતી તેમ આજનો ભણેલોગણેલોબે ડીગ્રીવાળો શહેરી સ્નાતક પણ આ દિવસોમાં શર્ટ સુદ્ધાં ખરીદતો નથી. જો કે હવે સાચા શાસ્ત્રીય વિચારો સમાજમાં સ્થિર થવા લાગ્યા પછી સત્ય હકીકત સૌના ગળે ઉતરવા લાગી છે. વૈદિક સંસ્કૃતિએ, જે બ્રાહ્મણત્વઊભું કર્યું હતું તે મુજબ બ્રાહ્મણ સ્વાર્થ વિના જ વેદાભ્યાસને પોતાના જીવનનું લક્ષ્ય સમજતો અને પોતે મેળવેલી વિદ્યા – વિચારો સમાજમાં ફરી ઘરે ઘરેપહોંચાડતો. બ્રહ્મ (એટલે કે ભગવાન)ના વિચારો દરેક ઘર ઘરમાં લઈ જનારને બ્રાહ્મણ તરીકેની ઓળખ મળી હતી. પોતાની પાસે ટોચની બુદ્ધિ અને જ્ઞાન હોવાં છતાંતેનો ઉપયોગ પોતાની આજીવિકા માટે ન કરતાં સમાજના લોકોમાં ઈશ્વર માટે કૃતજ્ઞતા, ભાવ અને તેના કાર્ય માટે ઘસાવાનીવૃતિ લોકોમાં જાગૃત કરવા માટે જ પોતાની શક્તિઓ વાપરનાર આ નિઃસ્પૃહી અને તેજસ્વી બ્રાહ્મણને લોકો ભૂદેવ ગણતા. ભૂ એટલે પૃથ્વી પરનો દેવ. આવો બ્રાહ્મણ સમાજના દરેક લોકો માટે કુટુંબીજન જેવો બની જતો. અને તેના દાળ રોટીની ચિંતા આભારવશ થયેલા લોકો કરતા. અને ચૂપચાપ તેના ઘરે સીધું (દાળ-ચોખા-લોટ) પહોંચાડતા. આવા નિઃસ્પૃહીસંસ્કૃતિનારક્ષકને શ્રાદ્ધના દિવસોમાં યાદ કરીએ તો પણ હૃદયમાં પાવિત્ર્ય તો છવાઈ જાય તેમ, મસ્તક કૃતજ્ઞભાવથી નમી પડે છે.
આજના યુગમાં પણ આવા બ્રાહ્મણની કલ્પના કાંઈ દુર્લભ નથી. આશરે બસો વર્ષ પહેલાં મહારાષ્ટ્રનારોહા ગામના અતિશય તેજસ્વી સંસ્કૃતિ પ્રેમી અને તત્વનિષ્ઠ શિક્ષક પૂજનીય લક્ષ્મણ શાસ્ત્રીજી એવા એક વિરલ વ્યક્તિ હતા જેમના જીવનમાં વેદકાલીનબ્રાહ્મણની વ્યાખ્યાવાંચવા મળે તેમ હતું. તેમની પાંચ પેઢીમાં તેજસ્વિતા,અયાચકવૃતિ,વ્રતનિષ્ઠા જેવાં જીવનમૂલ્યો સાચવી રખાયાહતા. લક્ષ્મણ શાસ્ત્રીજીએ પોતાનો દિવ્ય વારસો પુત્રને આપતા ત્યારે કહેતા : “ જો ! આપણે સંસ્કૃત ભણ્યા છીએ તે તો સંસ્કૃતિ સમાજમાં વહેતી કરવા માટે. તેથી આપણે આ જ કામ કરવાનું છે. તેથી પુરાણોવાંચવા માટે કે કથા કર્મકાંડમાં કદી જવાનું નથી. ક્યારેય,ક્યાંયથી ઉધાર લેવાનું કે ઉછીનું માંગવાનું આપણી પાંચ પેઢીમાં કોઈએ વિચાર્યું પણ નથી. આપણે તેજસ્વી વૃતિથી અને વિચારોની ખુમારી રાખીને રહ્યા છીએ”. પૂજનીય લક્ષ્મણ શાસ્ત્રીજી એવા ચૂસ્ત સિદ્ધાંતવાદી અને ટોચનીપ્રામાણિકતાવાળા શિક્ષક હતા, કે ઉનાળાનાવેકેશન દરમ્યાન પોતે અધ્યાપન કાર્ય ન કરતાં હોવાને કારણે શાળામાંથી મળતો એપ્રિલ – મે માસનો પગાર લેતા ન હતા. સરકારી જડ નિયમાનુસાર જો પગાર લેવો જ પડે તો તેમાંથી વિદ્યાર્થીઓની રમત-ગમતની સ્પર્ધાઓ યોજી, તેમાં પૈસા ખર્ચીનાખતા હતા. તે દિવસોમાં હજી ગાંધીજીનાઅસ્પૃશ્યતા નિવારણ વિચારોનો ભારતમાં ઉદય થયો ન હતો. તેવા કાળમાં પણ પૂજનીય લક્ષ્મણ શાસ્ત્રીજી બાલ રવિ સમાનાનકડા, પાંચ વર્ષના પૌત્ર પાંડુરંગને સાથે લઈને
અસ્પૃશ્યગણાતીવસાહતમાં જઈ અને જ્ઞાનેશ્વરીના વિચારો સમજાવતા. પોતે જાતે ખાદી કાંતતા અને તેમાંથી બનાવેલાવસ્ત્રોપહેરતા અને પૌત્રનેપહેરાવતા. પોતાના કાળથી સો વર્ષ કે તેથી વધુના આગળના સમયનું જોનારા આ પવિત્ર પુરુષ વિદેશી ખાંડ કે વિદેશી કાપડનો સદંતર અસ્વીકાર કરવાનું લોકોને સમજાવતા. શ્રાદ્ધના દિવસોમાં આવા, ત્તત્વનિષ્ઠમહાપુરુષને ભાવથી યાદ કરીને આપણે તેમના પગલે ચાલવાનો દૃઢ નિશ્ચય કરીએ તે જ તેમનું સાચું તર્પણ છે…!!!