Charotar Sandesh
વર્લ્ડ

ચીને કોરોના વાયરસ માટે નેઝલ સ્પ્રે રસીના પ્રથમ ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપી…

ઓછામાં ઓછા ત્રણ ક્લિનિકલ ટ્રાયલની જરૂર પડશે…

બેઇજિંગ : ચીનમાંથી આવેલા કોરોના વાયરસે આખા વિશ્વમાં ઘણા લોકોને તેમા શકંજામાં લીધા છે. વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસે અત્યાર સુધી ૯૦૪,૦૦૦ના જીવ લીધા છે અને ૨૭ મિલિયન લોકોને પોતાની ઝપેટમાં લીધા છે. ત્યારે હવે ચીને કોરોનાની ફસ્ટ નેઝલ વેક્સીનની જાહેરાત કરી છે.
કોરોનાવાયરસ સામેની ચાઇનાની નેઝલ સ્પ્રે રસીની નવેમ્બરમાં પ્રથમ તબક્કે ક્લિનિકલ ટ્રાયલ્સ શરૂ થવાની અપેક્ષા છે અને તેણે ૧૦૦ સ્વયંસેવકોની ભરતી કરી છે. એક માહિતી અનુસાર તે આ પ્રકારની એકમાત્ર રસી છે જેની ચાઇનાના નેશનલ મેડિકલ પ્રોડક્ટ્‌સ એડમિનિસ્ટ્રેશન દ્વારા માન્ય ગણવામાં આવી છે.
હોંગકોંગ યુનિવર્સિટીના માઇક્રોબાયોલોજિસ્ટ, યુએન ક્વોક-યુંગે જણાવ્યું હતું કે, આ રસી નેચરલ ઈન્ફેક્શનના માર્ગના પ્રતિભાવને સક્રિય કરવા માટે કુદરતી ઈમ્યુન વધારે છે. નેઝલ સ્પ્રે રસી લેનાર ઈન્ફલ્યુએન્ઝા અને નોવલ કોરોનાવાયરસ માટે ડબલ સુરક્ષા પેદા કરી શકે છે. જો તેમાં એફ ૧ એન ૧, એચ ૩ એન ૨ અને બી સહિતના ઈન્ફલ્યુએન્ઝા વાયરસ પણ હોય, તો યુએને જણાવ્યું હતું કે, આ ત્રણ ક્લિનિકલ ટ્રાયલ સમાપ્ત થવા માટે ઓછામાં ઓછા ત્રણ ક્લિનિકલ ટ્રાયલની જરૂર પડશે.
બેઇજિંગ સ્થિત ઇમ્યુનોલોજિસ્ટે જણાવ્યું હતું કે ઇન્જેક્શનની તુલનામાં, નેઝલ સ્પ્રે રસીકરણનું સંચાલન કરવું સહેલું છે અને સમૂહ-ઉત્પાદન અને વિતરણ કરવું પણ સરળ રહેશે કારણ કે તે પરિપક્વ ઈન્ફલ્યુએન્ઝા રસી ઉત્પાદન તકનીકને અપનાવે છે.
નેઝલ સ્પ્રે વેક્સીન એટેન્યુએટેડ ઇન્ફ્લુએન્ઝા રસીનો ઉપયોગ કરે છે. ચાઇના અન્ય ચાર ટેક્નિકલ માર્ગોનો પણ કોરોનાવાયરસ રસી વિકસાવવા માટે કરી રહ્યું છે. અહેવાલ અનુસાર તેમાં નિષ્ક્રિય રસીઓ, એડેનોવાઈરલ વેક્ટર આધારિત રસીઓ અને ડીએનએ અને એમઆરએનએ રસીનો સમાવેશ થાય છે. નિષ્ક્રિય રસી બજારમાં વહેલી તકે આવે તેવું મનવામાં આવી રહ્યુ છે.

Related posts

ભારતમાં કોરોનાની બીજી લહેર માટે ધાર્મિક-રાજકીય તાયફા જવાબદાર : WHO

Charotar Sandesh

અમેરિકા રાષ્ટ્રપતિ જો બાઈડેનના ઘર ઉપરથી અજાણ્યું વિમાન પસાર થતાં તેઓને સલામત સ્થળે ખસેડાયા

Charotar Sandesh

ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં બેલ્જિયન મેલિયોનિસ બ્રીડના ડોગને મળીને ભરપેટ વખાણ કર્યા…

Charotar Sandesh