Charotar Sandesh
વર્લ્ડ

ઇઝરાઇલ અને બહેરીન શાંતિ કરાર માટે સહમત : ટ્રમ્પ

USA : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પશ્ચિમ એશિયામાં બહેરીન સાથે એક શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તેમજ ઘોષણા કરી હતી કે, આનાથી ઇઝરાયલની સાથે રાજકીય સબંધ સામાન્ય થવામાં મદદ મળી શકશે.
ટ્રમ્પે આ ઘોષણા ઇઝરાયલના વડાપ્રધાન બેંજામિન નેતન્યાહુ અને બહેરીનના કિંગ હમદ બિન ઇસા અલ ખલીફાની વચ્ચે ફોન પર થયેલી વાતચીત બાદ કરી હતી. એક મહિના અગાઉ ટ્રમ્પે સંયુક્ત અરબ અમીરાત (યૂએઇ) અને ઇઝરાયલની વચ્ચે મધ્યસ્થી કરી હતી. આવતા સપ્તાહે વ્હાઇટ હાઉસમાં યૂએઇ અને ઇઝરાયલના નેતાઓની વચ્ચે એક કરાર થશે.
ટ્રમ્પે સંવાદદાતાઓને જણાવ્યું કે, શાંતિ અને સહયોગની ભાવનાથી પ્રેરિત થઇને નેતન્યાહૂ અને અલ ખલીફા આ બાબત પર સહમત થયાં છે કે, બહેરીન ઇઝરાયલની સાથે પોતાના રાજકીય સંબધો સામાન્ય કરશે.ટ્રમ્પે જણાવ્યું કે, વાસ્તવમાં આ એક ઐતિહાસિક દિવસ હશે.
તેમણે કહ્યું કે, હવે કોઇ દેશ ઇઝરાયલ સાથેના સંબધો સામાન્ય કરી રહ્યો છે ત્યારે અમને વિશ્વાસ છે કે, આ ક્ષેત્ર વધુ સ્થિર, સુરક્ષિત અને સમૃદ્ધ બનશે.

  • Naren Patel

Related posts

USA : હવે અમેરિકામાં કર્મચારીઓ માટે વેક્સિન ફરજિયાત : અમેરિકી અદાલત

Charotar Sandesh

ઇઝરાઇલમાં નેતન્યાહૂનું શાસન ખત્મ, બેનેટ બન્યા નવા વડાપ્રધાન…

Charotar Sandesh

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધથી વિશ્વની મહાસત્તાઓ પણ ત્રાહિમામ પોકારી ચૂકી

Charotar Sandesh