Charotar Sandesh
ગુજરાત

કોરોના મહામારી : નવરાત્રીના આયોજનથી આયોજકોની પીછેહઠ…

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભૂજ અને ભરૂચના મોટા આયોજકોને ગરબાનું આયોજન નહીં કરવા તૈયારીઓ દર્શાવી…

અમદાવાદ : આ વર્ષે શક્તિનાં પર્વ નવરાત્રિમાં રાસગરબાનાં આયોજનો થવા જોઈએ કે નહીં તે સવાલ ગહન ચર્ચા અને વિવાદનો વિષય બની ગયો છે. જેમાં સરકારે શરતી મંજૂરી આપવાનો સંકેત સાપડયો હોવા છતાં કેટલાંક આયોજકોએ પહેલ કરીને કાર્યક્રમો મોકુફ રાખવા તૈયારી દેખાડી દીધી છે. કોરોનાની સ્થિતિમાં ગુજરાતનો પરંપરાગત અને ભાતીગળ સૌથી મોટો અને આબાલ વૃદ્ધ તમામમાં ઉત્સાહનો જુવાળ ધરાવતો તહેવાર નવરાત્રી થશે કે નહીં તેની રાજ્યભરમાં ભારે ચર્ચા છે. ત્યારે રાજ્યના સૌથી મોટા ગરબાના આયોજન કરતા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભૂજ અને ભરૂચના મોટા આયોજકોને ગરબાનું આયોજન નહીં કરવા તૈયારીઓ દર્શાવી દીધી છે. આગામી તા.૧૭ ઓક્ટોબરથી શરૂ થતા નવરાત્રિ મહોત્સવ દરમિયાન રાસ-ગરબાનું આયોજન કરવું કે કેમ? તે મુદ્દે અસમંજસ જેવો માહોલ છે. રાજ્ય સરકાર નવરાત્રિમાં છૂટછાટ આપવા વિચારી રહી છે ત્યારે અનેક ગરબા આયોજકોએ જ આ વખતે સ્વેચ્છાએ’ મહોત્સવનું આયોજન પડતું રાખવાનું નક્કી કરી લીધુ છે. અમદાવાદમાંથી હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. કોરોના વૈશ્વિક મહામારી વચ્ચે અમદાવાદમાં ગરબાના આયોજન મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદના મોટા આયોજકોએ નવરાત્રી આયોજન મોકૂફ રાખ્યું હોવાના અહેવાલ મળતા ખેલૈયાઓમાં થોડી નિરાશા સાંપડી છે. અમદાવાદના સૌથી મોટું ગરબાનું આયોજન કરતા આયોજકોમાં રાજપથ, કર્ણાવતી, શંકુ પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન મોકૂફ રાખવાનો નિર્ણય કરાયો છે. બીજી બાજુ વડોદરાવાસીઓ માટે પણ માઠા સમાચાર મળી રહ્યા છે. વડોદરાના તમામ ગરબા આયોજનો રદ કરવા મોટા આયોજકોએ તૈયારીઓ દર્શાવી દીધી છે. વડોદરામાં યુનાઈટેડ વે, મહાશક્તિ દ્વારા પણ આયોજન રદ કરવાનો નિર્ણય લેવાયો છે. ગરબા આયોજકોએ સરકારને રજૂઆત કરી હતી, ત્યારબાદ સરકારે થોડીક છૂટછાટ આપવાની જાહેરાત કરી હતી. પરંતુ રાજ્યમાં ડોક્ટર્સ દ્વારા સરકારની ચીમકી ઉચ્ચાર્યા બાદ તમામ આયોજકોએ ગરબાનું આયોજન નહીં કરવા માટે જણાવ્યું છે. મોરબીમાં પણ આ વર્ષે જાહેર નવરાત્રી આયોજન નહીં થાય. મોરબીમાં વધતા કોરોનાના કહેરના લીધે ગરબાના કાર્યક્રમો નહિ કરવા સંચાલકોએ નિર્ણય લીધો છે.

મોરબીમાં યોજાતા ત્રણ નવરાતી મહોત્સવ કોરોનાના લીધે રદ કરાયા છે. તંત્ર મંજૂરી આપે તો પણ મહોત્સવ નહીં કરવા સ્વૈચ્છીક નિર્ણય લેવાયો છે. મોરબીમાં મોટા આયોજકોએ જણાવ્યું છે કે તંત્ર મંજૂરી આપશે તો પણ આયોજન નહીં થાય. પાટીદાર, ઉમિયા મહોત્સવ અને સંકલ્પ નવરાત્રી મહોત્સવ પણ રદ્દ થયા છે. ત્યારે ડોકટર એસોસિએશનના સરકારને લખેલા પત્ર બાદ નવરાત્રિ નહી યોજવાને લઇને વિચારણા કરવામાં આવી રહ્યું હોવાનું સૂત્રોને જાણકારી મળી છે. જ્યારે બીજી તરફ રાજકોટમાં કોરોનાને લઇને ગરબા આયોજકોએ ગરબા નહી યોજવાને લઇને નિર્ણય લીધો છે. જો કે ગરબા સંયાલકોના નિર્ણયથી લોકો ખુશ જોવા મળી રહ્યાં છે. શહેરના સરગમ કલબ,સહિયર કલબ અને જૈન વિઝન દ્વારા ગરબા નહી યોજાય.

જ્યારે બીજી તરફ સુરતમાં પણ નવરાત્રીના આયોજનને લઇને આયોજકોમાં પણ ગરબા નહી કરવાના મૂડમાં હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં તંત્ર દ્વારા કોરોનાની ગતિ રોકવા માટે કાર્યવાહી કરવમાં આવી છે. વડોદરાવાસીઓ માટે પણ માઠા સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં યોજાતા યુનાઇટેડ-વે અને મહાશક્તિ દ્વારા પણ ગરબા મોકૂફ રાખવાને લઇને નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે શહેરના તમામ ગરબા આયોજનો રદ કરવા મોટા આયોજકોએ તૈયારીઓ દર્શાવી દીધી છે. અમદાવાદમાં યુવાઓ નવરાત્રીને લઇ આશાસ્પદ છે. ખેલૈયાઓ નવરાત્રીને લઇ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. અમદાવાદીઓમાં કોરોનાકાળમાં પણ ગરબાને લઇ ઉત્સાહ છે. શહેરમાં સામાજિક અંતર રાખીને પ્રેક્ટિસની તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદીઓની પાર્ટી પ્લોટ નહીં શેરી ગરબાની માગ છે. ખેલૈયાઓ કોરોના ગાઇડલાઇન સાથે ગરબા રમવા તૈયાર છે.

Related posts

જાહેર મેળાવડા નહીં યોજવાના રૂપાણીના આદેશ છતા પાટિલે લોકો ભેગા કરી ફોટોસેશન કરાવ્યો…

Charotar Sandesh

માં અંબાનો ચાચર ચોક ખૈલેયાઓથી ઉભરાશે… અંબાજીમાં નવરાત્રીની તડામાર તૈયારીઓ શરૂ…

Charotar Sandesh

ચૂંટણી પ્રચાર દરમિયાન ફેક ન્યૂઝ ફેલાવનારા અને શાંતિ ભંગ કરનારા ચેતી જાય : ચૂંટણીપંચ

Charotar Sandesh