Charotar Sandesh
વર્લ્ડ

બોલો….ડબલ્યુએચઓએ પાકિસ્તાન સરકારની કોરોના કામગીરીની વખાણ કર્યા…

જિનિવા : કોરોના વાયરસના સંક્રમણના વિરૂદ્ધ પાકિસ્તાન સરકારના ‘કારનામાં’ના હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) વખાણ કરી રહ્યું છે. WHOના ચીફ ટ્રેડોસ એડનહોમે પોતાની પ્રેસ બ્રીફિંગમાં પાકિસ્તાન સરકારના કામની પ્રશંસા કરતાં કહ્યું કે આ એ દેશોમાંથી એક છે જેની પાસેથી દુનિયાએ શીખવાના જરૂર છે. એડનહોમે કોરોના વાયરસની વિરૂદ્ધ પાકિસ્તાન સરકારની રણનીતિનું સમર્થન પણ કર્યું.
WHO ચીફે કહ્યું કે પાકિસ્તાને કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે છેલ્લાં કેટલાંય વર્ષમાં પોલિયો માટે બનાવામાં આવેલા માળખાકીય વિસ્તારનો સહારો લીધો છે. WHO પ્રમુખે દેશના સામુદાયિક સ્વાસ્થ્ય કાર્યકર્તાઓની પણ પ્રશંસા કરી. આ કાર્યકર્તાઓને પોલિયો માટે ઘેર-ઘેર જઇ બાળકોનું રસી આપવાની ટ્રેનિંગ આપવામાં આવી છે.
તેમણે કહ્યું કે પાકિસ્તાને પોતાના પોલિયો કાર્યકર્તાઓનો ઉપયોગ સર્વેલન્સ, કોન્ટેક્ટ ટ્રેસિંગ અને દેખભાળ માટે કર્યો. તેના લીધે દેશમાં કોરોના વાયરસના કેસમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો. તેમણે કહ્યું કે આ સિવાય થાઇલેન્ડ, કંબોડિયા, જાપાન, ન્યુઝીલેન્ડ, કોરિયા ગણરાજ્ય, રવાન્ડા, સેનેગલ, ઇટાલી, સ્પેન અને વિયેતનામે પણ કોરોના વાયરસ સામે સારું કામ કર્યું છે.
વર્લ્ડ હેલ્થ સંગઠનના પ્રમુખના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા પીએમ ઇમરાન ખાનના સ્વાસ્થ્ય બાબતોના પૂર્વ વિશેષ સહાયક ડૉ.જફર મિર્ઝાએ કહ્યું કે આનાથી પાકિસ્તાનની પ્રયાસોને આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા મળી છે. મિર્ઝાએ ટ્‌વીટમાં કહ્યું કે પાકિસ્તાનને WHOના ડાયરેકટર જનરલ દ્વારા પાકિસ્તાનને સાત દેશોમાં સામેલ કરાયા છે જે દેશોમાંથી ભાવિ રોગચાળા સામે લડવાનું શીખી શકાય છે. તે પાકિસ્તાનના લોકો માટે આ ખૂબ જ સમ્માનની વાત છે.

Related posts

યુ.એસ.ના ટેકસાસ મેડીકલ બોર્ડમાં ૩ ઇન્ડિયન અમેરિકનની નિમણુંક…

Charotar Sandesh

કોરોના બાદ ચીનમાં વધુ એક વાયરસની એન્ટ્રી : સાત લોકોના મોત…

Charotar Sandesh

અમેરિકા સાથે ટ્રેડ વોર ચીનને પડ્યું ભારે, નવેમ્બરમાં ૨૩ ટકા નિકાસ ઘટી…

Charotar Sandesh