Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ-પેટલાદ ખાતે જિલ્‍લા-તાલુકાના કક્ષાના ૨૩ ખેડૂતોને બેસ્‍ટ આત્‍મા ફાર્મર એવોર્ડ સન્‍માનિત કરાયા…

સાત પગલાં ખેડૂત કલ્‍યાણની યોજનાઓ કિસાનો માટે આશીર્વાદરૂપ બની રહેશે શ્રી મહેશભાઇ પટેલ

જિલ્‍લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનો સંદેશો અન્‍ય ખેડૂતોને પહોંચાડવાનો અનુરોધ કરતાં પૂર્વ મંત્રી શ્રી સી. ડી. પટેલ

આણંદ : દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦મા જન્મદિવસને રાજ્યમાં વિવિધ પાંચ જેટલા વિકાસકામોની પંચામૃત ધારા તરીકે રાજયના મુખ્‍ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉજવવાનો નિર્ણય કર્યો છે. જેના  ભાગરૂપે રાજ્યમાં કૃષિ-ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સાત પગલાં ખેડૂત કલ્‍યાણ અંતર્ગત આજે સમગ્ર રાજયમાં દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય યોજના અને પ્રાકૃતિક કૃષિ પધ્‍ધતિ દ્વારા જીવામૃત બનાવવા અર્થે પ્રાકૃતિક કૃષિ કીટમાં ૭૫ ટકા સહાય યોજનાના લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્‍યા છે જે કિસાનો માટે આશીર્વાદરૂપ બની રહેશે તેમ જિલ્‍લા અગ્રણી શ્રી મહેશભાઇ પટેલે કહ્યું હતું.

શ્રી મહેશભાઇ પટેલ ગુજરાતના ખેડૂતોના બાવળામાં એવી તાકાત રહેલી છે કે તે જગતનું પેટ ભરી શકે છે, પરંતુ ભૂતકાળમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં પાણી, ખાતર, વિજળી જેવી આવશ્‍યક સુવિધાઓના ન મળવાને કારણે કિસાન બાપડો બની ગયો હતો. જયારે આજે તત્‍કાલિન મુખ્‍ય મંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ કિસાનોના હિતાર્થે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી કિસાનોને પૂરતા પ્રમાણમાં પાણી, ખાતર અને વિજળી મળી તેવી સુવિધાઓ ઉપલબ્‍ધ બનાવી છે તેમ જણાવી રાજયના મુખ્‍ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી કિસાનોના હિત માટે કામ કરી રહ્યા છે જેના ભાગરૂપે મુખ્‍ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાત પગલાં ખેડૂત કલ્‍યાણની યોજના અમલમાં મૂકીને કિસાનોને આત્‍મનિર્ભર બનાવવા તરફ એક ડગ આગળ વધી રહ્યાં છે.

શ્રી પટેલે ખેડૂતોની આવક વધે તે માટે રાજય સરકાર સતત ચિંતા કરીને કિસાનોને ખેતી ખર્ચમાં ઘટાડો થાય અને ઉત્‍પાદનના વધુ ભાવ મળે તે માટે સરકાર પ્રતિબધ્‍ધ હોવાનું કહ્યું હતું.

પેટલાદ ખાતે યોજાયેલ સમારોહમાં પૂર્વ  મંત્રી શ્રી સી. ડી. પટેલે જિલ્‍લામાં પ્રાકૃતિક કૃષિનો વ્‍યાપ વધે તે માટે રાજય સરકારના સઘન પ્રયાસોના ભાગરૂપે આજે ગુજરાતમાં એક નવી પ્રાકૃતિક કૃષિ ખેતીનો એક નવો અધ્‍યાય શરૂ થઇ ગયો હોવાનું જણાવી જે ખેડૂતો તાલીમબધ્‍ધ થયા છે તે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનો સંદેશો અન્‍ય ખેડૂતોને પહોંચાડવા જણાવ્‍યું હતું.

શ્રી પટેલે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો જે સંકલ્‍પ કર્યો છે તેની સિધ્‍ધિ માટે પ્રાકૃતિક કૃષિ જ એક માત્ર ઉપાય હોવાનું જણાવી કિસાનોનો કૃષિ ખર્ચ ઘટવાની સાથે તેમની આવક બમણી થતાં કિસાનો ઋણમુકત બનશે તેમ જણાવી રાજયના મુખ્‍ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કિસાનોના કલ્‍યાણ માટે સાત પગલાં ખેડૂત કલ્‍યાણની યોજના અમલમાં મૂકી હોવાનું કહ્યું હતું.

પેટલાદ ખાતે જિલ્‍લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમારે સાત પગલાં ખેડૂત કલ્‍યાણની વિગતો આપી જિલ્‍લાના ખેડૂતોને આ યોજનાઓનો વધુને વધુ પ્રમાણમાં લાભ લેવાનું જણાવી કિસાનોની ઉન્નતિ માટે પ્રાકૃતિક ખેતી દ્વારા રાજય સરકારે કિસાનોને વિકાસનો નવો રાહ ચીંધ્‍યો છે ત્‍યારે જિલ્‍લાના ખેડૂતોએ હવે પ્રાકૃતિક કૃષિ માટે પુરૂષાર્થ કરી દેશના અને રાજયના અન્‍ય ખેડૂતોને પ્રેરણા પૂરી પાડવા જણાવ્‍યું હતું.

આજે આણંદ અને પેટલાદ ખાતે યોજાયેલ સાત પગલાં ખેડૂત કલ્‍યાણના અંતર્ગત દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય યોજના અંતર્ગત જિલ્‍લામાં આવેલ  અરજીઓ પૈકી આજે ૧૫ લાભાર્થીઓને રૂા. ૪૦,૫૦૦/-ની સહાય ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે ચૂકવવામાં આવી હતી.

આજ રીતે પ્રાકૃતિક કૃષિ પધ્‍ધતિ દ્વારા જીવામૃત બનાવવા અર્થે પ્રાકૃતિક કૃષિ કીટમાં ૭૫ ટકા સહાય યોજના હેઠળ જિલ્‍લામાં આવેલ અરજીઓ પૈકી આજે આણંદ અને પેટલાદ ખાતે ૧૮ લાભાર્થીઓને મંજૂરીના પત્રો ઉપસ્‍થિત મહાનુભાવોના એનાયત કરવામાં આવ્‍યા હતા. જયારે પાત્રતા ધરાવતા બાકીના લાભાર્થીઓને ક્રમશ: આ સહાયની ચૂકવણી કરવામાં આવનાર છે.

આ પ્રસંગે જિલ્‍લા અને તાલુકા કક્ષાના ૨૩ ધરતીપુત્રોનું આણંદ અને પેટલાદ ખાતે  બેસ્‍ટ આત્‍મા ફાર્મર એવોર્ડ, ટ્રોફી અને પ્રશસ્‍તિપત્રથી ઉપસ્‍થિત મહાનુભાવોના હસ્‍તે સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

આ પ્રસંગે આણંદ કૃષિ યુનિવર્સિટીના  વિસ્‍તરણ નિયામક શ્રી હરેશભાઇ પટેલે ખેડૂતોના ઘટતાં જતાં પાક ઉત્‍પાદન અંગે કરવામાં આવેલ સંશોધનની વિગતો આપી ખેડૂતો કેવી રીતે ઉત્‍પાદનમાં વધારો કરી શકે તે અંગે સમજ આપી હતી.

આ પ્રસંગે આણંદ અને પેટલાદ ખાતે ખંભાતના પૂર્વ ધારાસભ્‍ય શ્રી સંજયભાઇ પટેલ,  અગ્રણી સર્વ  શ્રી જયંતસિંહ ચૌહાણ, કમલેશભાઇ પટેલ, વિપુલ પટેલ,  જિલ્‍લા કલેકટર શ્રી  આર. જી. ગોહિલ, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. આર. વી. વ્‍યાસ, જિલ્‍લા પંચાયતના સભ્‍ય શ્રી અમરસિંહ ઝાલા, નાયબ પશુપાલન અધિકારી ડૉ. સ્‍નેહલ પટેલ, જિલ્‍લા ખેતીવાડી અધિકારી શ્રી ચિંતન પટેલ, આત્‍માના શ્રી પી. બી. પરમાર, અગ્રણીઓ અને લાભાર્થી ખેડૂતો ઉપસ્‍થિત રહ્યા હતા. આ પ્રસંગે આણંદ અને પેટલાદ ખાતે ખંભાતના પૂર્વ ધારાસભ્‍ય શ્રી સંજયભાઇ પટેલ,  અગ્રણી સર્વ  શ્રી જયંતસિંહ ચૌહાણ, કમલેશભાઇ પટેલ, વિપુલ પટેલ,  જિલ્‍લા કલેકટર શ્રી  આર. જી. ગોહિલ, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. આર. વી. વ્‍યાસ, જિલ્‍લા પંચાયતના સભ્‍ય શ્રી અમરસિંહ ઝાલા, નાયબ પશુપાલન અધિકારી ડૉ. સ્‍નેહલ પટેલ, જિલ્‍લા ખેતીવાડી અધિકારી શ્રી ચિંતન પટેલ, આત્‍માના શ્રી પી. બી. પરમાર, અગ્રણીઓ અને લાભાર્થી ખેડૂતો ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આણંદ : ૧પ થી ૧૮ વર્ષના કિશોરોને રસીકરણ અંગે જિલ્લા વહીવટી-આરોગ્ય તંત્રએ કરી આ અપીલ, જાણો

Charotar Sandesh

ખંભાતમાં વધુ એક કોરોના પોઝિટિવ : આણંદ જિલ્લામાં કુલ સંખ્યા ૮ થઈ, રાજ્યમાં કુલ ૪૯૩

Charotar Sandesh

કોરોનાથી સારવાર દરમિયાન ખંભાતના એક દર્દીનું વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં મોત…

Charotar Sandesh