Charotar Sandesh
વર્લ્ડ

લંડનમાં ૪૦ કરોડના ખર્ચે ભગવાન જગન્નાથનું મંદિર બનશે…

૨૦૨૪ સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ થશે, દુનિયાભરના ભક્તોને ટ્રસ્ટ જોડશે…

લંડન : ઓરિસ્સા સોસાયટી ઓફ યુકે, લંડનમાં ભગવાન જગન્નાથનું એક મંદિર બની રહ્યું છે. આ મંદિર એકદમ ઓરિસ્સાના જગન્નાથ મંદિર જેવું જ હશે. જગન્નાથ પુરી સનાતન પરંપરાના ચાર ધામમાંથી એક છે. શંકરાચાર્ય દ્વારા સ્થાપિત ચાર પીઠોમાંથી એક ગોવર્ધન મઠ અહીં છે. મંદિર માટે ટ્રસ્ટ બનાવીને દુનિયાભરના જગન્નાથ ભક્તોને જોડવામાં આવી રહ્યા છે.
મંદિરનો ખર્ચો લગભગ ૪૦ મિલિયન પાઉન્ડ (લગભગ ૪૦ કરોડ રૂપિયા) છે, જે દાન દ્વારા એકઠા કરવામાં આવશે. હાલ ગ્રેટર લંડનમાં એના માટે જમીનની શોધ કરવામાં આવી રહી છે. હાલમાં જ ઓરિસ્સા સોસાયટી ઓફ યુકેએ પોતાના એન્યુઅલ ઉત્સવમાં આ વાતની ઘોષણા કરી છે. મંદિરની ડિઝાઇન પુરી મંદિર જેવી જ હશે.
સોસાયટી સભ્યોએ શરૂઆતના ખર્ચ માટે બ્રિટનમાં રહેતા લોકોને જ જોડ્યા છે. સોસાયટીની યોજના છે કે મંદિર નિર્માણ માટે બનાવવામાં આવેલા ટ્રસ્ટમાં સંપૂર્ણ દુનિયાના ઓડિયા લોકો અને ભગવાન જગન્નાથના ભક્ત સામેલ થાય.
ગ્રેટર લંડનમાં સોસાયટી દ્વારા ૧૦થી ૧૨ એકર જમીન શોધવામાં આવી રહી છે, જેમાં મંદિરનું મૂળ સ્વરૂપ તો હશે જ, સાથે જ ઓડિયા કલ્ચર સાથે જોડાયેલી વસ્તુઓ પણ હશે. આ અંગે સોસાયટીએ પુરી શંકરાચાર્ય જગતગુરુ સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી પાસેથી પણ માર્ગદર્શન લીધું છે. વિડિયો-કોન્ફરન્સ દ્વારા યુકે સોસાયટીએ શંકરાચાર્ય સાથે ચર્ચા કરી અને મંદિર નિર્માણ અંગે તેમની પણ સલાહ લીધી છે.

Related posts

નીરવ મોદી કેસના તપાસ અધિકારીની બદલી કરનાર મુંબઇ ઇડીના વડાને હટાવી દેવાયા

Charotar Sandesh

અમેરિકાના રાજકારણમાં સૌથી વધુ પ્રભાવશાળી ૧૦ એશિયન અમેરિકન…

Charotar Sandesh

કોરોનાનો ડર : વિદેશી-પર્યટકોને ઓસ્ટ્રેલિયામાં ૨૦૨૨ સુધી નો-એન્ટ્રી

Charotar Sandesh