Charotar Sandesh
ઈન્ડિયા

બડગામમાં સીઆરપીએફ પર આતંકી હુમલો : ૧ જવાન શહિદ

બડગામ : જમ્મુ કાશ્મીરના બડગામમાં અજ્ઞાત આતંકીઓએ ગુરુવારે સીઆરપીએફ(કેન્દ્રીય રિઝર્વ પોલિસ દળ) પર હુમલો કરી દીધો. જેમાં એક જવાન શહીદ થઈ ગયો છે. આ ઘટના બડગામ જિલ્લાના ચદુરા વિસ્તારની છે. આતંકી હુમલા બાદ સીઆરપીએફનો જવાન ઘાયલ થઈ ગયો હતો ત્યારબાદ તેને ઈલાજ માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો. જ્યાં જવાનો દમ તોડી દીધો. વળી, એવા સમાચાર પણ છે કે આતંકીઓએ ઘાયલ જવાનના હાથમાંથી રાઈફલ્સ પણ છીનવી લીધી અને ત્યાંથી ભાગી ગયા.
રિપોટ્‌ર્સ મુજબ હુમલો સવારે લગભગ ૭.૪૫ વાગે થયો હતો. અહીં સીઆરપીએફની તૈનાત યુનિટ પર અચાનક આતંકીઓએ હુમલો કરી દીધો હતો. જ્યારે જવાનો પર આતંકીઓએ ગોળીબાર કર્યો તો એએસઆઈ રેંકના સીઆરપીએફ ઓફિસર ઘાયલ થઈ ગયા હતા. ત્યારબાદ આતંકી તેમની રાઈફલ છીનવીને ત્યાંથી ભાગી ગયા. એક સુરક્ષાકર્મીએ જણાવ્યુ કે આતંકી બાઈક પર સવાર થઈને આવ્યા હતા. હવે આ આતંકીઓને પકડવા માટે વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે.
તમને જણાવી દઈએ કે છેલ્લા ૨૪ કલાકમાં બડગામમાં થયેલો આ બીજો આતંકી હુમલો છે. આ પહેલા ગઈ રાતે આતંકીઓએ બ્લૉક ડેવલપમેન્ટ કાઉન્સિલ ચેરમેનની પણ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ભૂપેન્દ્રસિંહ બડગામના ખાગથી બીડીસી ચેરમેન હતા. જમ્મુ કાશ્મીરમાં છેલ્લા અમુક દિવસોમાં સ્થાનિક નેતાઓ પર હુમલાઓની ઘણી ઘટનાઓ સામે આવી છે.

અવંતીપોરા એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર…
જમ્મુ-કાશ્મીરના બડગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું છે. આ એન્કાઉન્ટરમાં એક આતંકી ઠાર થયો છે. પોલીસ અને સુરક્ષાદળોએ કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

ઓ બાપ રે… પોલીસે ટ્રક ડ્રાઇવરને અધધ…. ૮૬ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો..!!

Charotar Sandesh

પ્રણવ મુખર્જી પંચમહાભૂતમાં વિલીન : રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા…

Charotar Sandesh

બિહારમાં જીવલેણ અકસ્માતઃ ટ્રેક્ટર-સ્કોર્પિયો વચ્ચે ટક્કર થતાં ૧૧ લોકોના મોત

Charotar Sandesh