Charotar Sandesh
ઈન્ડિયા

ગરીબોની કસ્તુરી મનાતી ડુંગળીના ભાવ ૧૦૦ને પાર : ગૃહપ્રધાન અમિત શાહે બેઠક યોજી…

ન્યુ દિલ્હી : ગરીબોની કસ્તુરી મનાતી ડુંગળીનાં ભાવ દેશભરમાં ૧૦૦ રૂપિયાથી વધી જતા મોદી સરકાર હરકતમાં આવી છે. આજે ગૃહપ્રધાન અમિત શાહે કેન્દ્રીય પ્રધાનો અને સિનિયર અધિકારીઓ સાથે બેઠક યોજી અને તેમણે કિંમતોને નિયંત્રિત કરવા માટે આયાત કરીને સ્થાનિક ડુંગળીની સ્થાનિક માંગને પહોંચી વળવા માટે થયેલી પ્રગતીની સમીક્ષા કરી, અધિકારીઓએ તેની માહિતી આપતા કહ્યું કે આ બેઠકમાં પીયુષ ગોયલ અને કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે પણ ભાગ લીધો.
શાહે ડુંગળીની ઉપલબ્ધતા વધારવા માટે કિંમતોને નિયંત્રિત કરવા માટે આયાતને ગતિ આપવાનાં સંબંધમાં બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો, તેમણે જણાવ્યું કે MMTCએ ઇજીપ્ત અને તુર્કી થી ડુંગરી મંગાવવા માટે કોન્ટ્રાક્ટ આપ્યો છે, અને આ રીતે ૨૧ હજાર ટન ડુંગળી મંગાવવામાં આવશે, તેની પહેલી ખેપ જાન્યુંઆરીનાં મધ્ય સુધી આવી પહોંચશે.
સુત્રોનાં જણાવ્યા પ્રમાણે આયાત કરાયેલી ડુંગળી ઝડપથી ભારત પહોંચે તે માટે કોન્ટ્રાક્ટ આપવા તથા સંગ્રહ માટેનાં નિયમો સરળ બનાવવામાં આવ્યા છે, એમએમટીસી બે ખાસ દેશો માટે વૈશ્વિક કોન્ટ્રાક્ટ આપવા માટે સુચના આપી છે, આ ત્રણેય કોન્ટ્રાક્ટ ૫-૫ હજાર ટનનાં હશે.
હાલતો દેશમાં રિટેલ અને હોલસેલ વેપારીઓ માટે સંગ્રહની મર્યાદાને ઘટાડીને ૨૫ ટન કરી દેવામાં આવી છે, તે સાથે જ ડુંગળીની નિકાશ પર પ્રતિબંધ મુંકી દેવામાં આવ્યો છે, અને સુરક્ષીત સંગ્રહ દ્વારા ઉપલબ્ધતા વધુ સારી કરવામાં આવી રહી છે.

Related posts

કોરોનાના કેસો વધતાં વિશ્વના અનેક દેશોએ નવેસરથી લગાવ્યા પ્રતિબંધો, નાઇટ કલ્બ-જીમ બંધ

Charotar Sandesh

કરદાતાઓને મોટી રાહત : આઇટી રિટર્ન ભરવાની તારીખ ૩૧ ડિસેમ્બર,૨૦૨૦ સુધી લંબાવાઈ…

Charotar Sandesh

મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં ૧૩ નક્સલી ઠાર…

Charotar Sandesh