Charotar Sandesh
સ્પોર્ટ્સ

ધીમા ઓવર રેટ માટે કેપ્ટન શ્રેયસ અય્યરને ફટકારાયો ૧૨ લાખ રૂપિયાનો દંડ

ન્યુ દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગની ૧૩મી સીઝનમાં દિલ્હી કેપિટલ માટે ૨૯ સપ્ટેમ્બરની તારીખ સારી નહોતી. ટીમને પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ૧૫ રનની પરાજયનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારબાદ ધીમા ઓવર રેટ માટે કેપ્ટન શ્રેયસ અય્યરને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ સિઝનમાં, અય્યર બીજો કેપ્ટન છે, જેને ધીમી ઓવર રેટ દંડ ચૂકવવો પડશે. અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) ના કેપ્ટન વિરાટ કોહલીને કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં પેનલ્ટીનો સામનો કરવો પડ્યો હતો.
અય્યરે ટોસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદે નિર્ધારિત ૨૦ ઓવરમાં ચાર વિકેટે ૧૬૪ રન બનાવ્યા હતા. જોની બેયરેસ્ટોએ ૫૩, ડેવિડ વોર્નરે ૪૫ અને કેન વિલિયમ્સને ૪૧ રન બનાવ્યા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ ૨૦ ઓવરમાં સાત વિકેટે ૧૪૭ રન જ બનાવી શકી. અય્યર આ મેચમાં ૨૧ બોલમાં ૧૭ રન બનાવી શક્યો હતો. દિલ્હી કેપિટલ્સએ ૨૦ ઓવરનો પોતાનો ક્વોટા પૂર્ણ કરવા નિર્ધારિત સમય કરતા ૨૩ મિનિટ વધુ સમય લીધો હતો.
દિલ્હી કેપિટલ્સ માટે સ્લો ઓવર રેટનો આ પહેલો કેસ છે. ટીમે પણ પોઇન્ટ ટેબલ પર પોતાનું ટોચનું સ્થાન ગુમાવ્યું હતું. આ હાર બાદ દિલ્હી કેપિટલ્સ બીજા ક્રમે આવી ગઈ છે અને રાજસ્થાન રોયલ્સ ટોચના સ્થાને આવી છે. દિલ્હી કેપિટલ્સની આગામી મેચ ૩ ઓક્ટોબરે શારજાહમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) સામે છે. આઈપીએલની પ્રેસ રિલીઝ મુજબ જણાવાયું છે કે, ‘આઈપીએલની આચારસંહિતા હેઠળ આ તેમનો પ્રથમ સ્લો ઓવર-રેટ કેસ છે, ત્યારબાદ અય્યરને ૧૨ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

Related posts

આઈસીસી વુમન્સ વનડે વર્લ્ડ કપ ૨૦૨૨ઃ ન્યૂઝીલેન્ડમાં ૪ માર્ચથી શરૂ થશે ટૂર્નામેન્ટ…

Charotar Sandesh

પ્રેક્ટિસ દરમિયાન ચહલને બોલ વાગતા ચાહકોએ કહ્યું- હવે લગ્ન કેન્સલ

Charotar Sandesh

ચોમાસા બાદ થઇ શકે છે ઈન્ડિયન પ્રીમીયર લીગનું આયોજનઃ BCCIના CEO

Charotar Sandesh