Charotar Sandesh
ઈન્ડિયા

પંજાબને છોડી કોઈપણ રાજ્ય કૃષિ કાયદાનો વિરોધ કરતું નથીઃ પ્રકાશ જાવડેકર

ગોવા : કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે, હાલમાં લાગુ થયેલા કૃષિ કાયદાને ખેડૂતોએ સ્વાગત કર્યું છે. પંજાબને છોડી દેશના કોઈપણ ભાગમાં કૃષિ કાયદાનો વિરોધ થતો નથી. આ પ્રદર્શન પાછળ કોંગ્રેસ, અકાલી દળ અને આમઆદમી પાર્ટી જેવી પાર્ટીઓનું રાજકીય હિત છુપાયેલું છે.
કેન્દ્રીય પ્રધાને ઉત્તરી ગોવાના ચોરો ગામમાં ખેડૂતોને સંબોધિત કરતા કહ્યું કે, પંજાબને છોડી કોઈપણ આ કૃષિ કાયદાનો વિરોધ કરતું નથી. ખેડૂતોને રાજનીતિક એજેન્ડા હેઠળ થઈ રહેલા પ્રદર્શનોથી દુર રહેવું જોઈએ. કૃષિ કાયદાને સમગ્ર દેશમાં ખેડૂતોનું સમર્થન મળ્યું છે.
જાવડેકરે પૂર્વ કૃષિ પ્રધાન એનસીપી પ્રમુખ શરદ પવાર પર સ્વામીનાથન કમેટીના રિપોર્ટની અવગણના કરવાનો આરોપ લગાવ્યો હતો. જેમાં ખેડૂતોના હિતમાં અનેક ભલામણો કરવામાં આવી હતી. પવાર જ્યારે કૃષિ પ્રધાન હતા, ત્યારે મેં રાજ્યસભામાં સ્વામીનાથ કમેટીની ભલામણનો મુદ્દો ઉઠાવ્યો હતો, પરંતુ તેમની સરકાર ભલામણોને લાગુ કરી શકી ન હતી.

Related posts

નેટફ્લિક્સ ઇન્ડિયા ૧૦ નવી ઓરિજિનલ ફિલ્મ્સ રજૂ કરશે

Charotar Sandesh

ખાતાધારકોને ૩૧-મે સુધી કેવાયસી અપડેટ કરાવવા એસબીઆઇનો નિર્દેશ…

Charotar Sandesh

પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટી શકે છે : આખરે મોદી સરકાર ટેક્સ ઘટાડવા તૈયાર…

Charotar Sandesh