ટ્રમ્પને કોરોના થયો હોવાનું કારણ આપ્યું…
USA : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રાષ્ટ્રપ્રમુખની નવેંબરમાં થનારી ચૂંટણીમાં એમના પ્રતિસ્પર્ધી જો બાઇડેન વચ્ચે ચૂંટણી પહેલાંની છેલ્લી ડિબેટ રદ કરાઇ હોવાની જાહેરાત કરાઇ હતી.
આ ડિબેટ ચાલુ માસની ૧૫મીએ થવાની હતી. નિષ્પક્ષ પંચે આ ડિબેટ રદ થયાની જાહેરાત કરી હતી. એ માટે એવું કારણ અપાયું હતું કે ટ્રમ્પને કોરોનાનો ચેપ લાગતાં આ ડિબેટ ડિજિટલ માધ્યમથી કરાશે. જો કે ત્યારબાદ એ ડિબેટ પણ રદ થઇ હોવાની જાહેરાત કરવામાં આવી હતી.
ટ્રમ્પે ડિજિટલ માધ્યમથી ડિબેટ કરવાની ના પાડી દીધી હતી. એ પછી જો બાઇડેને એબીસી ન્યૂઝ ચેનલ જોડે ટાઉન હૉલમાં ડિબેટ યોજવાનું નક્કી કર્યું હતું. ટ્રમ્પના ડૉક્ટરોએ જાહેર કર્યું હતું કે શનિવારે (આજે) પોતાના પૂર્વયોજિત કાર્યક્રમો કરી શકે છે.
ટ્રમ્પની ટુકડીએ નિશ્ચિત સમય માટે ડિબેટ યોજવાની અપીલ કરી હતી પરંતુ પંચે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો તો કે તમારી (ટ્રમ્પ)ની તબિયતને ધ્યાનમાં રાખીને ડિજિટલ ચર્ચા યોજીએ એ વધુ યોગ્ય રહેશે. હવે બંને હરીફો વચ્ચે ૨૨ ઓક્ટોબરે ટેનેસીના નાશવિલેમાં ડિબેટ યોજાશે. અમેરિકાના પ્રમુખની આ વખતની ચૂંટણી રસાકસી ભરેલી બની રહે એવી શક્યતા હતી. ટ્રમ્પને પોતે ફરી ચૂંટાઇ આવશે એવી ખાતરી નથી. એ એવું પણ જાહેરમાં બોલી ચૂક્યા છે કે ચૂંટણીમાં હું હારી જાઉં તો પણ સહેલાઇથી સત્તા પલટો નહીં કરવા દઉં.
- Naren Patel