Charotar Sandesh
વર્લ્ડ

ટ્રમ્પનો કોરોના રિપોર્ટ નેગેટિવ : ફ્લૉરિડાયમાં યોજી ચૂંટણી સભા…

હું શક્તિશાળી મહેસૂસ કરી રહ્યો છું : ટ્રમ્પ

USA : અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસને માત આપી દીધી છે. વ્હાઇટ હાઉસના મતે ડોનાલ્ડ ટ્રમ્પનો તાજા કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તેની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવખત પોતાના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે અને તેમને ફ્લોરિડામાં એક રેલીને સંબોધિત કરી. લગભગ બે સપ્તાહ બાદ ચૂંટણી પ્રચારમાં કૂદતા ટ્રમ્પે અહીં કહ્યું કે હવે તો ખૂબ શક્તિશાળી મહેસૂસ કરી રહ્યો છે અને ઇચ્છા થાય છે કે દરેક લોકોને ‘કિસ’ કરી લઉં.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ મહિનાની શરૂઆતમાં કોરોનાની ઝપટમાં આવ્યા હતા. ત્યારબાદ પહેલાં તો વ્હાઇટ હાઉસમાં આઇસોલેશનમાં રહ્યા અને પછી થોડાંક દિવસ માટે હોસ્પિટલમાં દાખલ રહ્યા. હવે ટ્રમ્પ કોવિડ નેગેટિવ થઇ ગયા છે ત્યારબાદ ફ્લોરિડામાં એરબેઝ પર તેમણે એક રેલીને સંબોધિત કરી.
અહીં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મેં કોરોના વાયરસને માત આપી દીધી છે, હવે ડૉકટર કહે છે કે તેઓ સ્વસ્થ છે. હું શક્તિશાળી મહેસૂસ કરી રહ્યો છું, હું અત્યારે જ જનતાની વચ્ચે આવી જવા માંગું છું. મન કહે છે કે હું તરત જ ભીડમાં આવીશ અને દરેકને ‘કિસ’ કરી લઇશ. હું અહીં તમામ પુરુષ અને મહિલાઓને કિસ કરી લઉં.
અમેરિકન રાષ્ટ્રપતિએ પોતાની રેલીમાં કહ્યું કે ૨૦ દિવસ બાદ તેઓ ફરી એકવખત ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરશે અને પોતાના મેક અમેરિકા ગ્રેટ અગેન કેમ્પેઇનને આગળ લઇ જશે. આપને જણાવી દઇએ કે અમેરિકામાં ત્રણ નવેમ્બરના રોજ વોટિંગ થવાનું છે, તેની પહેલાં હવે કેમ્પેઇનની છેલ્લી ટ્રેલ ચાલી રહી છે.

  • Nilesh Patel

Related posts

પ્રેસિડેન્ટ ટ્રમ્પે એવુ શું જાદુ કર્યું કે… મોદી સહિત તમામ લોકોએ ”સ્ટેન્ડીંગ ઓવેશન” આપ્યું…!

Charotar Sandesh

કંપની આલ્ફાબેટનું માર્કેટ કેપ પ્રથમ વખત ૧ ટ્રિલિયન ડોલરને પાર…

Charotar Sandesh

શ્રીલંકામાં સંપૂર્ણ પણે કર્ફ્યૂ હટાવાયોઃ ૧૦૦થી વધુ લોકોની ધરપકડ

Charotar Sandesh