Charotar Sandesh
ગુજરાત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એનસીપી એકલા હાથે લડશે…

અમદાવાદ : ગુજરાતમાં હાલમાં પેટાચૂંટણીની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. ભાજપ અને કોંગ્રેસ સહિત રાજ્યમાં ચૂંટણી લડવા માટે NCPએ પણ કમરકસી છે. ત્યારે રાજ્યમાં દ્ગઝ્રઁના મહિલા પ્રદેશ પ્રમુખ રેશમા પટેલે કહ્યું હતું કે આ વખતની પેટાચૂંટણીમાં અમે સક્રિય થઈને ભાગ લઈશું. તે ઉપરાંત સ્થાનિક સ્વરાજની ચૂંટણી અમે એકલા હાથે લડીશું. તેમણે ઉમેર્યું હતું કે અમે UPAના ઘટક છીએ ત્યારે અમારા સાથી પક્ષને નુકસાન ના થાય તે રીતે અમારા ઉમેદવારોને ચૂંટણીમાં ઉભા રાખીશું.
NCP હંમેશા ગુજરાતની અસ્મિતાને ધ્યાનમાં રાખીને કાર્ય કરશે, ખેડૂતો,મજૂરો,બેરોજગારો,મહિલાઓ ,યુવાનો ની સાથે રહી રાજ્ય ના સ્વાસ્થ્ય ને ગંભીરતાથી ધ્યાન માં રાખી દરેક ચૂંટણી માં સક્રિય રીતે NCP ભાગ લેશે. પેટા ચૂંટણી માટે NCP પાસે જે દાવેદારો છે એમાં અમે ખુબજ ગંભીરતાથી દરેક પાસા અને જીતના સમીકરણ ને ધ્યાનમાં રાખી સમીક્ષા કરીને ઉમેદવાર જાહેર કરીશું.
રેશમા પટેલે કહ્યું હતું કે મહાનગર પાલિકા , નગર પાલિકા અને તાલુકા-જિલ્લા પંચાયત અમે સંપૂર્ણ એકલા હાથે ચૂંટણી લડીશુ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારી કરવા ઇચ્છતા દરેક કાર્યકર્તાઓના બાયોડેટા ફોર્મ પાર્ટી ઓફિસ જમા કરવાની કાર્યવાહી ચાલુ છે. જાગૃત યુવાનો , ખેડૂતો, મહિલાઓ , મજૂરો દરેક ને ચૂંટણી લડવા પ્રોત્સાહન આપીને ચૂંટણી લડવા મોકો આપીશુ. અમદાવાદ જિલ્લા ચૂંટણી પ્રભારી ની જવાબદારી પ્રદેશ મહામંત્રી નિકુલસિંહ તોમોર , સૌરાષ્ટ્ર ચૂંટણી પ્રભારી ની જવાબદારી પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્મા પટેલ ને સોંપવામાં આવી છે અને બાકી રહેલા વિસ્તારના પ્રભારી ટૂંક સમય માં જાહેર કરવા માં આવશે.

Related posts

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક નવા ૨૬૪૦ કેસ : આણંદ જિલ્લામાં નવા રર કેસો નોંધાયા…

Charotar Sandesh

આનંદો… ગુજરાતમાં વિધિવત્‌ રીતે ચોમાસાનું આગમન : વલસાડ ધોધમાર વરસાદ ખાબક્યો…

Charotar Sandesh

ડાયરામાં ખાનદાનીની ફાંકા-ફોજદારી કરતા કલાકાર દેવાયત ખાવડ સામે FIR નોંધાતા હવે ભૂગર્ભમાં, જુઓ

Charotar Sandesh