ગાંધીનગર : રાજ્યમાં આવનારા સમયમાં ગુજરાત વિધાનસભાની આઠ સીટોની પેટાચૂંટણીઓ આવનાર છે, ત્યારે હાલ ગુજરાત પોલીસ વિભાગમાં બદલીઓનો દોર શરૂ થયો હોય તેવું જણાઈ રહ્યું છે. અમદાવાદ શહેરના ૧૨ પીઆઈની અન્ય જિલ્લામાં બદલી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ શહેરમાં મહત્વના પોલીસ સ્ટેશનો સંભાળતા ૧૪ જેટલા પોલીસ ઇન્સ્પેકટરોને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયાએ કમિશનરેટ એરિયા બહાર અન્ય જિલ્લાઓમાં બદલી કરવાના આદેશો પ્રસિધ્ધ કર્યા હતા. જેમાં સાબરકાંઠા, નર્મદા, પાટણ, પોરબંદર, ભરૂચમાં ૧૨ પીઆઈઓની બદલીઓ કરાઈ છે.
જે.એ.રાઠવાની સાબરકાંઠામાં કરાઈ બદલી
આર.એ.જાદવની નર્મદા ખાતે કરાઇ બદલી
શાહપુર પીઆઈ આર.કે અમીનની પાટણમાં બદલી
ટ્રાફિક પીઆઈ એચ.બી.વાધેલાની સાબરકાંઠામાં બદલી
કે.એચ.દવેની પોરબંદર ખાતે કરાઈ બદલી
શહેરકોટડા પીઆઈ વી.આર વસાવાની નર્મદામાં બદલી
વી.એન રબારીની ભરૂચમાં કરાઈ બદલી
જે.જી પટેલની સ્ટેટ કંટ્રોલ રૂમમાં બદલી
એમ.પી.પઠાણની સીઆઈડી ક્રાઇમમાં બદલી
એમ.એ તળપદાની પાટણ ખાતે કરાઈ બદલી
દાહોદ પીઆઈ કે.જે.ઝાલાની અમદાવાદમાં બદલી
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યના પોલીસ વડાએ અને અમદાવાદ પોલીસ કમિશનરે એક જ પીઆઈની બદલીમાં એકસાથે ઓર્ડર કરતા ગૂંચવાડો ઉભો થયો છે. શહેરના શાહીબાગ પોલીસ મથકના પીઆઇ એ.કે.પટેલની બદલી પોલીસ કમિશનરે કંટ્રોલરૂમ કરી હતી. જ્યારે રાજ્ય પોલીસ વડાએ આ જ પીઆઈ એ.કે. પટેલની બદલી પોલીસ અકાદમી કરાઇ ખાતે કરી છે.
આથી પીઆઇને ક્યાં હાજર થવું તેની મૂંઝવણ ઉભી થઇ છે. સામાન્ય રીતે એક પીઆઈને પોલીસ સ્ટેશનમાં ત્રણ વર્ષ થાય પછી બદલી થાય છે. આ પીઆઈના કિસ્સામાં બંને ઉચ્ચ અધિકારીએ બદલીના ઓર્ડર કર્યા તેમાં મિસ કોમ્યુનિકેશન થયાની પણ અટકળ ઉઠી છે.