Charotar Sandesh
સ્પોર્ટ્સ

આઈપીએલની મેચ દરમિયાન ટેન્શનમાં આવી ગયેલો ફિન્ચ ઈ-સિગારેટ પીતો કેમેરામાં થયો કેદ

દુબઈ : યુએઇમાં રમાઇ રહેલી આઇપીએલ-૧૩ દરમિયાન એરોન ફિન્ચની એક ખરાબ હરકત કેમેરામાં કેદ થઇ ગઇ છે. ઓસ્ટ્રેલિયાના બેટ્‌સમેન એરોન ફિન્ચ શનિવારે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર અને રાજસ્થાન રૉયલ્સની વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ઇ-સિગારેટ પીતો દેખાયો હતો.
આ મેચમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે સાત વિકેટે જીત મેળવી હતી, પરંતુ મેચની અંતિમ ઓવરમાં જ્યારે બેંગ્લૉરને ૧૦ રનોની જરૂર હતી, કેમેરો બેંગ્લૉરના ડ્રેસિંગ રૂમ તરફ ગયો, અને ખેલાડીઓના ચહેરાઓને કેદ કરવામાં આવ્યા, ત્યારે ટેન્શનમાં આવી ગયેલા ફિન્ચને ઇ-સિગારેટ પીતો જોવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થયો અને લોકો અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપવા લાગ્યા હતા.
ફિન્ચની આ ખરાબ હરકતથી સોશ્યલ મીડિયા પર લોકો ભડક્યા હતા, એક યૂઝરે ટ્‌વીટ કર્યુ- આઇપીએલ, શું ડ્રેસિંગ રૂમમાં ઇ-સિગારેટ પીવી માન્ય છે? રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર, શું તમારી પાસે કહેવા માટે કંઇ છે. વિરાટ કોહલી ફિન્ચથી થોડોક આગળ ઉભો હતો, હું ચોક્કસપણે કહી શકીશ કે તેને આ જોયુ હશે, જે મે જોયુ.
ઉલ્લેખનીય છે કે, આઇપીએલની ૧૩મી સિઝનની ૩૩મી મેચ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના નામે રહી, શનિવારે દુબઇમાં રાજસ્થાન રૉયલ્સને ૭ વિકેટે હાર આપી હતી. આરસીબીએ ૧૭૯/૩ બનાવીને જીત હાંસલ કરી લીધી હતી.

Related posts

ચેન્નઇ સુપરકિંગ્સના કેપ્ટન ધોનીએ આઇપીએલ ૨૦૨૧ માટે નવી જર્સી કરી લોન્ચ…

Charotar Sandesh

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની દશકની વન-ડે ટીમ જાહેર : ધોની કેપ્ટન

Charotar Sandesh

વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં મેરીકોમના સિલેકશનને લઇ વિવાદ સર્જાયો…

Charotar Sandesh