Charotar Sandesh
ઈન્ડિયા

૩૦ નવેમ્બર સુધી નહીં ઉડે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટો : ડીજીસીએની જાહેરાત…

ન્યુ દિલ્હી : નાગરિક ઉડ્ડયન નિયામક (DGCA)એ ભારતમાં આંતરાષ્ટ્રીય કર્મિશિયલ પેસેન્જર ઉડાન સેવા પર લગાવેલો પ્રતિબંધ ૩૦ નવેમ્બર ૨૦૨૦ સુધી લંબાવી દીધો છે. જો કે, આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય કાર્ગો ઑપરેશન અને તમામ સ્પેશિયલ ફ્લાઈટ્‌સ, જેને ડીજીસીએની ઉડાન માટે મંજૂરી મળી છે. તેના પર લાગુ નહીં પડે.
ડીજીસીએએ કોરોના વાયરસના કારણે એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે “૨૬-૬-૨૦૨૦ના સર્કુલરમાં થોડો ફેરફાર કરતા આંતરરાષ્ટ્રીય કમર્શિયલ પેસેન્જર ઉડાન સેવાઓની સમયગાળાને ૩૦ નવેમ્બર રાતે ૧૨ વાગ્યા સુધી લંબાવી દેવામાં આવ્યું છે.”
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે ભારતમાં ૨૩ માર્ચથી જ આંતરરાષ્ટ્રીય કમર્શિયલ ઉડાનો પર પ્રતિબંધ લાગેલો છે. લોકડાઉનના કારણે દેશમાં ડોમેસ્ટિક વિમાનોના ઉડાન પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જો કે ઘરેલુ ઉડાન સેવાઓને ૩૫ મેથી શરુ કરી દેવામાં આવી છે.

Related posts

કાશ્મીર ઘાટીના કવરેજ માટે ૩ ભારતીય ફોટોગ્રાફર્સને પુલિત્ઝર પુરસ્કાર મળ્યો…

Charotar Sandesh

કોંગ્રેસ જીતશે તો આસામમાં સીએએ લાગુ નહિ થાય : રાહુલ ગાંધી

Charotar Sandesh

કેરળમાં RSS કાર્યકર્તાની ધોળેદહાડે થયેલ હત્યાથી ભડકી ઉઠી ભાજપા

Charotar Sandesh