Charotar Sandesh
ઈન્ડિયા

ભગવાન પણ મુખ્યમંત્રી બની જાય તો પણ બધાને નોકરી ન આપી શકે : ગોવા મુખ્યમંત્રી

પણડજી : ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત શનિવારે એક અજીબોગરીબ નિવેદન આપતાં કહ્યું કે ભગવાન પણ ઇચ્છે તો પણ બધાને સરકારી ન આપી શકે. પ્રમોદ સાવંતે કહ્યું કે જો કાલે ભગવાન પણ મુખ્યમંત્રી બની જાય તો તેમના માટે આમ કરવું સંભવ નથી. પ્રમોદ સાવંત સ્વયંપૂર્ણ મિત્ર યોજના હેઠળ એક વેબ કોન્ફ્રન્સમાં પંચાયતના પ્રતિનિધિઓને સંબોધિત કરી રહ્યા હતા.
આ યોજના હેઠળ સરકારી અધિકારી પ્રત્યેક ગ્રામ પંચાયત સુધી પહોંચશે. આ સુનિશ્વિત કરવામાં આવશે કે ક્ષેત્રની અંદર ઉપલબ્ધતા સંસાધનોનો ઉપયોગ કરીને દરેક ગામ આત્મનિર્ભર થઇ જાય. સીએમએ કહ્યું કે ’તે બેરોજગારોની પણ ૮ થી ૧૦ હજાર રૂપિયા દર મહિને આવક હોવી જોઇએ. ગોવામાં ઘણી બધી જોબ્સ છે પરંતુ બહારથી આવેલા લોકોમાં તેમાંથી ઘણી બધી નોકરીઓ પ્રાપ્ત કરી લીધી છે. આપણા સ્વયંપૂર્ણ મિત્ર બેરોજગારોને આંતરિયાળ વિસ્તારોમાં ઉપયુક્ત જોબ અપાવવામાં મદદ કરશે.’
તમને જણાવી દઇએ કે બેરોજગારી દર અત્યારે ૧૫.૪ ટકા પર પહોંચી ગયો છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ મહિને કંફેડરેશન ઓફ ઇંડસ્ટ્રીઝના એક સમારોહમાં રાજ્યમાં ઝડપથી બેરોજગારી પર ચિંતા વ્યક્ત કરી હતી.

Related posts

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનતાં જ અજિત પવારને ભ્રષ્ટાચારના કેસોમાં ક્લિનચીટ…

Charotar Sandesh

ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં બસ-ટ્રક વચ્ચે અકસ્માત : ૧૦ લોકોના મોત…

Charotar Sandesh

કોરાનાનો ડર : દેશમાં ૨૦ના મોત, પોઝિટિવ કેસ ૯૦૦ને પાર…

Charotar Sandesh