Charotar Sandesh
ઈન્ડિયા

સરદાર પટેલની જન્મ જયંતી પર કોંગ્રેસે લોકોને પડતી હાલાકીને લઇ વડાપ્રધાનને લખ્યા પત્રો…

અમદાવાદ : સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે તથા ઇન્દીરા ગાંધીના નિવાર્ણ દિન નિમિત્તે અમદાવાદ શહેર કોંગ્રેસે પુષ્પાંજલિ અર્પણ કરી. અખંડ ભારતના શિલ્પીને યાદ કરી શ્રધ્ધાસુમન અર્પણ કર્તા કોંગ્રેસે વર્તમાન સ્થિતિમાં લોકોને પડી રહેલી હાલાકી મુદ્દે પ્રધાનમંત્રીને પત્રો લખ્યા. રાજ્યના શિક્ષિત બે રોજગાર, વાલીઓ, ગટર અને ગંદા પાણીથી ત્રસ્ત અમદાવાદના નાગરીકો અને ખેડૂતો સહિત અનેક લોકોએ પત્ર લખી પ્રધાનમંત્રીને રજુઆત કરી. પાયાના પ્રશ્નોનું નિરાકરણ અને પ્રાથમિક સુવિધાઓ પહેલા સી પ્લેન પછી, આર્થિક સ્થિતિ યોગ્ય ન હોવાથી સી-પ્લેનમાં બેસવા માટે અસમર્થતા પત્રમાં નાગરિકોએ વ્યક્ત કરી.
ખેડૂતોને પડી રહેલી હાલાકી મુદ્દે અમદાવાદ જિલ્લા કોગ્રેસ સમિતિએ ખેડૂત અધિકાર દિવસ મનાવ્યો. સરદાર પટેલની પ્રતિમા ખાતે ધરણા કર્યા. ખેડુતોને પોષણ ક્ષમ ભાવ તથા પાક વિમા સહિતના અનેક મુદ્દે પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખ્યા. બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલે કહ્યું કે, અમદાવાદના નગરજનો પહેલાં રોડ રસ્તા ગટર અને શુદ્ધ પીવાના પાણીની અપેક્ષા રાખે છે અને ત્યારબાદ સી પ્લેનની.
અમદાવાદ શહેર કોગ્રેસ સમિતિના અધ્યક્ષે કહ્યું કે, ઇન્દીરા ગાંધીના શાસન અને આજના શાસનમાં જમીન આસમાનનો ફર્ક છે. જો અઘટીત ઘટના ના થઇ હોય તો દુનિયામાં આજે ભારતનું સ્થાન કંઇક અલગ જ સ્થાને હોત. અમદાવાદ જિલ્લા કોગ્રેસ સમિતિના અધ્યક્ષ પંકજસિંહ વાઘેલાએ કહ્યું કે, ખેડુતોના અધિકાર માટે આજના દિવસે ધરણા યોજ્યા, આખા દિવસની મંજુરી માંગવામાં આવી હતી. પ્રધારનમંત્રીના આગમનના પગલે માત્ર બે કલાકની મંજુરી મળી. જોકે ખેડૂતો મુદ્દે લડત ચાલુ રાખવાનું તેમણે ઉમેર્યું હતું.

Related posts

પેસેન્જર વાહનોનું વેચાણ સપ્ટેમ્બરમાં ૨૩.૭% ઘટી ગયું, સતત ૧૧માં મહીને ઘટાડો…

Charotar Sandesh

રાહત : કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર જેટલી ઘાતક નહિ હોય… ICMRના નવા રિસર્ચમાં દાવો…

Charotar Sandesh

અમેરિકાએ 2 MH-60R મલ્ટી રોલ હેલિકોપ્ટર ભારતને સોંપ્યા

Charotar Sandesh