Charotar Sandesh
ગુજરાત

ગુજરાત સરકારની ૨૦૨૧ના વર્ષની સરકારી રજાઓની યાદી જાહેર…

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૧ની જાહેર રજાઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે આ જાહેરાત કરી છે. જેમાં ૨૨ દિવસની જાહેર રજાઓ જાહેર કરી છે, જ્યારે ચાર રજા રવિવારે આવતી હોવાથી જાહેર કરવામાં આવી નથી. આ સિવાય શનિ અને રવિવારે કુલ ૭ જાહેર રજાઓ આવી રહી છે.
રવિવારે આવનાર રજાઓમાં મહાવીર જન્મ જયંતિ (૨૫ એપ્રિલ ૨૦૨૧, રવિવાર), સ્વતંત્રતા દિવસ (૧૫ ઓગસ્ટ, રવિવાર), રક્ષા બંધન (૨૨ ઓગસ્ટ, રવિવાર) અને સરદાર વલ્લભભાઈ પટેલ જન્મજયંતિ (૩૧ ઓક્ટોબર, રવિવાર) આ ચાર જાહેર રજાઓ રવિવારના દિવસે આવે છે. આ ચાર રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી તેને જાહેર રજાઓની લિસ્ટમાં સમાવેશ નથી કરાયો. જોકે, શનિવારે આવતી રજાઓને ૨૨ રજાઓના લિસ્ટમાં સામેલ કરાઈ છે. જ્યારે શનિવારે આવનાર રજાઓમાં ગાંધી જયંતિ( ૨ ઓક્ટોબર, શનિવાર), ભાઈબીજ ( ૬ નવેમ્બર , શનિવાર) અને ક્રિસમસ (૨૫ ડિસેમ્બર, શનિવાર) આ ત્રણ જાહેર રજાઓ આવે છે.
ગુજરાત સરકારે ૪૪ મરજીયાત રજાઓની પણ જાહેરાત કરી છે. જેમાં પણ આઠ રજાઓ રવિવારના દિવસે આવતી હોવાથી તેને મરજીયાત રજાના દિવસ તરીકે જાહેર કરવામાં આવી નથી. સરકારી કર્મચારીઓ પોતાની પસદંગી પ્રમાણે ધાર્મિક બાધ વિના તેહવારના પ્રસંગોમાં વધુમાં વધુ બે મરજીયાત રજાઓ ભોગવી શકશે. જેના માટે કર્મચારીએ અગાઉતી લેખિત અરજી કરવી જોઇશે અને જેને યોગ્ય અધિકારી સરકારી કામકાજની અગત્યતા જોઇને પરવાનગી આપશે.

Related posts

ઓનલાઇન વેપાર કરતી વિદેશી કંપનીઓ પર પ્રતિબંધ મુકવાની માંગણી…

Charotar Sandesh

સરકાર સીસીસી,સીસીસી+ પાસ કરનારને ઉચ્ચ પગારનો લાભ આપશે…

Charotar Sandesh

લો બોલો… ગુજરાતમાં દારૂની પરમિટ માંગનારાઓની સંખ્યા વધી…

Charotar Sandesh