Charotar Sandesh
ગુજરાત

દરિયાકાંઠે સક્રિય થયેલ સાઈક્લોનિક સિસ્ટમની અસર આખા ગુજરાતમાં વર્તાશે…

ગાંધીનગર : સૌરાષ્ટ્રમાં શિયાળો રફતાર પકડી રહ્યો છે. ધીમેધીમે લઘુતમ તાપમાનનો પારો નીચે સરકતા અને સાંજે ભેજનું પ્રમાણ વધતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તેના કારણે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો ધ્રુજારો અનુભવાયો છે. આજે સૌરાષ્ટ્રનું સૌથી નીચું તાપમાન મહુવામાં નોંધાયું છે. અમદાવાદના લઘુતમ તાપમાનનો પારો ગગડ્યો છે. તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં સક્રિય થયેલા સાયક્લોનિક સરક્યૂલેશનની અસરથી રાજ્યમાં ઠંડા પવનોનું જોર વધ્યું છે. નવરાત્રિના તહેવાર બાદ તાપમાનમાં સામાન્ય વધઘટ નોંધાઈ છે. છેલ્લા બે-ત્રણ દિવસથી તાપમાનમાં એકાદ ડિગ્રીનો ઘટાડો થઈ રહ્યો છે. દરિયાકાંઠાના મહુવા શહેરમાં આજે પારો એક ડિગ્રી નીચે ઉતરી ૧૭.૩ ડિગ્રીએ સ્થિર થતા લોકોએ ઠંડીથી ધ્રુજારો અનુભવ્યો હતો. રાજકોટ શહેરમાં તાપમાન યથાવત રહ્યું છે.
આજે લધુત્તમ તાપમાન ૧૯.૪ અને મહત્તમ ૩૫.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સવારે હવામાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા અને સાંજે ૨૬ ટકા રહેવા પામેલ જ્યારે પ્રતિ ક્લાક ૧૦ કિ.મીની ઝડપે પવન ફૂંકાયો હતો. અમદાવાદ સહિત રાજ્યના ૧૪ શહેરોમાં ઠંડીનો પારો ૨૦ ડિગ્રીની આસપાસ પહોંચ્યો છે. ૧૫.૫ ડિગ્રી સાથે ગાંધીનગર-વલસાડમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં ૧૭.૬ ડિગ્રીનો પારો નોંધાયો છે અને આગામી ચાર દિવસમાં ઠંડીનો પારો ૧૮ ડિગ્રીથી નીચે જવાની આગાહી કરવામાં આવી છે. કચ્છમાં આજે તાપમાનનો પારો ગગડ્યો હતો. નલીયામાં લધુત્તમ તાપમાન ૧૬.૪ ડિગ્રી નોંધાયું હતું, જ્યારે કંડલા એરપોર્ટમાં ૧૮.૭ ડિગ્રી અને ભુજમાં ૨૦.૫ ડીગ્રી તાપમાન નોંધાયું હતું.
સૌરાષ્ટ્રમાં કેશોદમાં ૧૯.૪, ભાવનગરમાં ૧૯.૯, અમરેલીમાં ૧૯.૧, દિવમાં ૧૯.૬, સુરેન્દ્રનગરમાં ૧૯.૫ ડિગ્રી, ભાવનગરમાં ૨૦.૬, વેરાવળમાં ૨૨, દ્વારકામાં ૨૩.૫, ઓખામાં ૨૪.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્તર ગુજરાતના સાબરકાંઠાની વાત કરીએ તો જિલ્લામાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. વહેલી સવાર અને મોડી રાત્રિએ ઠંડીનો જોરદાર ચમકારો લોકોને લાગી રહ્યો છે, પરંતુ સવાર બાદ અસહ્ય ગરમીને લીધે ડબલ ઋતુનો લોકો અહેસાસ કરી રહ્યા છે. ડબલ ઋતુને લીધે શરદી તાવના કેસોમાં વધારો થવાની શકયતા પણ દર્શાવવામાં આવી છે. ઠંડીમાં કોરોનાના કેસોમાં પણ વધારો થઈ શકે છે તેવી આગાહી પણ ડોક્ટરો દ્વારા કરવામાં આવી છે.

Related posts

પેપર લીકમાં ગુજરાત ATS અને સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ : શંકાસ્પદોની અટકાયત

Charotar Sandesh

સિંગતેલના ભાવ વધારાને લઇ વિપક્ષ આક્રમક : સસ્તા દારૂ, મહેંગા તેલ’ના સૂત્રોથી ગૃહ ગૂંજ્યું…

Charotar Sandesh

મત માંગવા જતા કુંવરજી બાવળિયાને લોકોએ ઉધડો લીધો વીડિયો થયો વાયરલ, જુવો વીડિયો

Charotar Sandesh