USA : અમેરિકાની ચૂંટણી અને સંસદમાં ભારતીય મૂળની વ્યક્તિઓનું પ્રભુત્વ વધ્યુ છે જેના સ્પષ્ટ સંકત આજે જાહેર થયેલ પરિણામોમાં દેખાઇ આવ્યા છે. અમેરિકાની ચૂંટણીમાં ડેમોક્રેટિક પક્ષ તરફથી અમેરિકન કોંગ્રેસના લોઅર હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ માટે ચૂંટણી લડનાર ભારતીય મૂળના ચાર ઉમેદવારોએ જીત મેળવી છે. ભારતીય મૂળના આ ચાર ઉમેદવારોમાં – ડો.એમી બેરા, પ્રમિલા જયપાલ, રો ખન્ના અને રાજા કૃષ્ણમૂર્તિ શામેલ છે. જેમાં પ્રમિલા જયપાલે સતત ત્રીજી વખત જીત હાંસલ કરી ઇતિહાસ રચ્યો છે.
અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારતીય-અમેરિકન સમુદાય પ્રથમવાર એક મોટી તાકત બનીને ઉભરી આવ્યુ છે અને બંને ડેમોક્રેટિક અને રિપબ્લિકન પાર્ટીએ સમુદાયના ૧૮ લાખ મતદાતાઓને આકર્ષવા માટે ઘણા પગલાંઓ લીધા, કારણ કે ફ્લોરિડા, જોર્જિયા, મિશિગન, નોર્થ કેરોલિના, ટેક્સાસ અને પેનસિલ્વેનિયા જેવા ટાંકે કી ટક્કર વાળા રાજ્યોમા જીતવ માટે આ સમુદાયનું સમર્થન ઘણું મહત્વ ધરાવે છે.
- Naren Patel