Charotar Sandesh
ગુજરાત

કોરોનાને કારણે એસટી નિગમ દ્વારા ૩ તબક્કામાં ૪૦-૪૦ પ્રિમીયમ બસો દોડાવવા નિર્ણય…

ગાંધીનગર : દિવાળીના તહેવાર અને મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને ગુજરાતના જી્‌ નિગમ દ્વારા નવી ૩૪ પ્રિમીયમ વોલ્વો બસો દોડાવવાનો નિર્ણય લેવામા આવ્યો છે. ચોથી નવેમ્બરથી નવી ૩૪ બસો દોડશે. કોરોનાને કારણે ૩ તબક્કામાં એસટી નિગમ દ્વારા ૪૦-૪૦ પ્રિમીયમ બસો દોડાવવાનો નિર્ણય લેવામા આવ્યો હતો. તે અંતર્ગત હાલમાં ૧૨૦ વોલ્વો સીટર, વોલ્વો સ્લીપર અને બસો દોડી રહી છે ત્યારે દિવાળીને ધ્યાનમાં રાખીને નવી ૩૪ બસો ચલાવવાનો નિર્ણય લેવામા આવ્યો છે.
જેમાં ગાંધીનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વોલ્વો બસ દોડશે. ઉપરાંત દિવમાં પણ મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને વોલ્વો સીટર અને સ્લીપર બસ શરૂ કરવામા આવશે. ઉપરાંત ભુજથી સુરત, ભુજથી વડોદરા, મુન્દ્રાથી દિવ તેમજ રાજકોટથી નાથદ્વારા એસી સ્લીપર બસ શરૂ કરવામા આવશે. એટલે કે ૧૮૯ પૈકી ૧૫૪ બસોનુ ઓપરેટિંગ શરૂ થતા મુસાફરોને રાહત રહેશે અને આનુ બુકિંગ પણ શરૂ કરી દેવામા આવ્યુ છે. મુસાફરોને કોરોનાની ગાઇડલાઇને અનુરૂપ પ્રવેશ અપાશે. આ વિશે મળતી માહિતી પ્રમાણે દિવાળીના તહેવાર અને મુસાફરોના ઘસારાને ધ્યાનમાં રાખીને એસટી નિગમ દ્વારા ૪ નવેમ્બરથી વધુ ૩૪ પ્રિમીયમ વોલ્વો બસ દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોનાને કારણે એસટી નિગમ દ્વારા ૩ તબક્કામાં ૪૦-૪૦ પ્રિમીયમ બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
જે અંતર્ગત હાલમાં ૧૨૦ વોલ્વો સીટર, વોલ્વો સ્લીપર બસો દોડી રહી છે. ત્યારે દિવાળીને ધ્યાને રાખીને વધુ ૩૪ બસો ચલાવવામાં આવશે. જેમાં ગાંધીનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વોલ્વો બસ દોડશે. ઉપરાંત દીવમાં પણ મુસાફરોના ઘસારાને ધ્યાને રાખીને વોલ્વો સીટર અને સ્લીપર બસ શરૂ કરાશે. તેમજ ભુજથી સુરત, ભુજથી વડોદરા, મુન્દ્રાથી દીવ તેમજ રાજકોટથી નાથદ્વારા એસી સ્લીપર બસ શરૂ કરવામાં આવશે. જેનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે.

Related posts

સુરત મહિલા પીએસઆઈ આપઘાત : ગાર્ડ ઓફ ઓનર સાથે કરાયા અંતિમસંસ્કાર…

Charotar Sandesh

લોકડાઉન : ઘરકંકાસના કિસ્સામાં વધારો, ૧૮૧ અભયમને રોજની ત્રણ ગણી ફરિયાદો મળે છે…

Charotar Sandesh

નેશનલ હાઇવે પર કન્ટેઇનરમાંથી ૧૬ લાખથી વધુના 209 LED ટીવીની ચોરી

Charotar Sandesh