Charotar Sandesh
ઈન્ડિયા

જમ્મુ-કાશ્મીર : ઘૂસણખોરીના પ્રયાસ નિષ્ફળ, ૩ આતંકવાદી ઠાર, ૩ જવાન શહીદ થયા…

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં સરહદ પર શંકાસ્પદ હલચલ જોવા મળ્યા બાદ સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં ૩ આતંકી ઠાર થયો છે. આ દરમિયાન સેનાના ૩ જવાન પણ શહીદ થયા છે.માછિલ સેક્ટરમાં આતંકીઓ દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસસેના દ્વારા મળતી માહિતી મુજબ,જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખાની પાસે ઘૂસણખોરી દરમિયાન આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે. તે જ સમયે, સીમા સુરક્ષા દળના ૩ જવાન શહીદ થયા હતા.

સેનાના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાનું નિવેદન. સેનાના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું હતું કે, ૭ અને ૮ નવેમ્બરની રાત્રે સેનાની એક પેટ્રોલીંગ ટીમે આતંકવાદીઓને ઘુસણખોરી કરતા જોયા હતા. ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન કોન્સ્ટેબલ સરકાર શહીદ થયા હતા અને એક આતંકવાદી પણ ઠાર થયો હતો. આ સમય દરમિયાન આતંકવાદી પાસેથી એકે ૪૭ રાયફલ અને બે બેગ મળી આવ્યા હતા.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, માછીલ સેક્ટર (ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લા) માં નિયંત્રણ રેખાની બાજુમાં પેટ્રોલિંગ કરી રહેલી ટીમને માહિતી મળી હતી જે બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. ૭-૮ નવેમ્બરની રાત્રે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

Related posts

હવે OCI કાર્ડ હોલ્ડરોને રાહત : સરકારે નક્કી કરેલા નિયમો મુજબ હવે ભારતમાં આવી શકશે…

Charotar Sandesh

SBI એ એમસીએલઆર આધારિક લોન ૦.૦૫ ટકા સસ્તી કરી…

Charotar Sandesh

દેશમાં સતત વધી રહેતા કેસ સામે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈમરજન્સી મીટીંગ કરી

Charotar Sandesh