USA : નેવાડાના રેના શહેરની એક હોસ્પિટલના વોર્ડમાં બેડ ઓછા પડવા લાગ્યા. હવે અહીં કાર પાર્કિંગમાં એક ઈમરજન્સી વોર્ડ બનાવીને અહીં દર્દીઓને શિફ્ટ કરવામાં આવી રહ્યાં છે. વિશ્વમાં અત્યાર સુધીમાં ૫.૬૫ કરોડથી વધુ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. તેમાંથી ૩.૯૩ કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે ૧૩.૫૩ લાખ લોકોના મૃત્યુ થયા છે. હવે ૧.૫૮ કરોડ દર્દીઓ એવા છે જેમની સારવાર ચાલી રહી છે. એટલે કે એક્ટિવ કેસ. આ આંકડો www.worldometers.info/coronavirus મુજબનો છે. અમેરિકામાં સ્થિતિ ધીરેધીરે વધુ વણસી રહી છે. અહીંની હોસ્પિટલોમાં બેડ ઓછા પડવા લાગ્યા છે. મરનાઓનો આંકડો પણ ૨.૫૬ લાખ થઈ ચૂક્યો છે. શહેરમાં કોરોનાના સતત વધી રહેલા કેસના પગલે ન્યુયોર્કે સ્કુલ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
સ્કુલ બંધ કરવાના નિર્ણયના પગલે શહેરના ૩,૦૦,૦૦૦ વિદ્યાર્થીઓને અસર થશે. અગાઉ આ તમામ વિદ્યાર્થીઓ સ્કુલમાં જઈને શિક્ષણ પ્રાપ્ત કરતા હતા. આ અંગે ચાન્સેલર રિચાર્ડ કારેનાઝે જણાવ્યું કે શહેરમાં સંક્રમણ વધવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ધ ગાર્ડિયનના એક રિપોર્ટ મુજબ, અમેરિકાના કેટલાક રાજ્યોમાં સ્થિતિ હવે કાબુ બહાર જઈ રહી છે. સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. સાથે જ મૃત્યુ પામનારાઓનો આંકડો હવે નિયંત્રણની બહાર જઈ રહ્યો છે. બુધવાર સુધી આ મેળવીને ૨.૫૬ લાખ લોકોના મોત થઈ ચૂક્યા હતા. રિપોર્ટ મુજબ ૭૭ હજાર લોકો હાલ હોસ્પિટલમાં છે. નેવાડા અને મિશિગન જેવા રાજ્યોમાં તો સ્થિતિ વધુ ખરાબ છે.
નેવાડાના રેનો શહેરની હોસ્પિટલમાં દર્દીઓ એટલા વધ્યા કે કાર પાર્કિંગમાં વોર્ડ બનાવો પડ્યો. અહીં સ્ટાફ એટલા દર્દીઓને સંભાળી શકતો નથી. ટેનેસીના ડાયરેક્ટર ઓફ ક્રિટિકલ કેર ડોક્ટર અલિસન જોનસને કહ્યું કે સાચુ કહું તો હવે અમે ડિપ્રેશનમાં છીએ અને આશા વિહોણા થઈ રહ્યાં છે. અમે એ નહિ કહી શકીએ કે ક્યારે સ્થિતિ સુધરશે. તેની કોઈ આશા પણ દેખાઈ રહી નથી. મેં મારા કરિયરમાં ક્યારેય આવું વિચાર્યું નથી કે આ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડશે. ઈદાહોમાં ડોક્ટરોએ સ્પષ્ટ કર્યું છે કે તમામ દર્દીઓને બેડ મળવો મુશ્કેલ બની શકે છે.
- Naren Patel