Charotar Sandesh
વર્લ્ડ

કોરોના કેર : કેનેડાના મુખ્ય શહેર ટોરોન્ટોમાં ૨૮ દિવસનું લોકડાઉન જાહેર…

કેનેડામાં અત્યાર સુધી ૩.૨૫ લાખ કેસ નોંધાઇ ચૂક્યા છે…

ટોરોન્ટો : કોરોના વાયરસનો પ્રકોપ સમગ્ર દુનિયામાં યથાવત છે. દુનિયાભરમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ ૬ કરોડની નજીક પહોંચી ગયા છે. દુનિયાના ૨૧૮ દેશોમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના સંક્રમણના ૫ લાખથી વધુ નવા કેસ નોંધાયા હતા. જ્યારે ૮૮૮૯ લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે હવે કોરોના વાયરસનો કહેર વધતા કેનેડાના મુખ્ય શહેર ટોરોન્ટોમાં ૨૮ દિવસ માટે લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરાઈ છે.
ટોરોન્ટોમાં સોમવારથી લોકડાઉન લાગવા જઈ રહ્યું છે. ઓટારિયોના પ્રીમિયર ડૌગ ફોર્ડએ શનિવારે જાહેરાત કરી હતી કે, કોરોના સંક્રમણ વધતા ટોરોન્ટો શહેરમાં ૨૮ દિવસ સુધી લોકડાઉન લગાવવામાં આવશે.
સરકારે જીમ, સલૂન અને કસિનો બંધ કરવા તેમજ ૧૦ લોકોના મળવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. લોકડાઉન દરમિયાન શહેરમાં ઇન્ડોર ખાનગી સમારોહ પર પ્રતિબંધ રહેશે.
ફોર્ડે કહ્યું, ’અમે પ્રાંતમાં લોકડાઉન લગાવી શકતા નથી, તેથી અમે ટોરોન્ટો અને પીલમાં લોકડાઉન સ્તરના પ્રતિબંધ મૂકવાની કાર્યવાહી કરી રહ્યા છીએ. આ જીવલેણ વાયરસના પ્રસારને રોકવા માટે નિર્ણાયક પગલાં લેવું આપણા માટે ખૂબ મહત્વનું છે.
લોકડાઉન દરમિયાન ફાર્મસી અને કરિયાણાની દુકાન અને સ્ટોર્સ ૫૦ ટકાની ક્ષમતાથી કાર્યરત રહેશે. લોકડાઉન નિયમોના પાલન સાથે શાળાઓ ખુલ્લી રહેશે.

Related posts

એમિક્રોનના ડર વચ્ચે જર્મનીમાં રસી નહીં લેનારાઓ માટે લોકડાઉન લાગુ કરાયું

Charotar Sandesh

જર્મનીમાં હવે ૧૨થી વધુ ઉંમરના બાળકોને પણ આપવામાં આવશે કોરોના વેક્સિન…

Charotar Sandesh

Vaccine : કોરોના કેસો વધતા બ્રિટનમાં લોકો કોરોનાના બુસ્ટર ડોઝ લેવા માટે બુકિંગ શરૂ

Charotar Sandesh