Charotar Sandesh
ગુજરાત

અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં ૧૫૦૦ કોવિડ બેડ ખાલી…

અમદાવાદ : શહેરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે સ્થિતિની સમીક્ષા કરવા માટે અધીક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જેમાં કોરોનાની સારવાર માટે શહેરની કોવિડ હોસ્પિટલોમાં બેડ અંગે સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં બાદ સામે આવેલી પ્રેસ રિલીઝમાં જાણવા મળ્યું છે કે, અમદાવાદની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કુલ ૧૫૦૦ બેડ કોરોના દર્દીઓ માટે ખાલી છે.
આથી શહેરીજનોએ ગભરાવવાની જરૂરત નથી. કેટલીક ખાનગી હોસ્પિટલો ગોરખધંધા આચરીને દર્દીઓને ઓક્સિજનની જરૂર ના હોય, તો પણ ખાલી પથારીઓ ભરીને બેડની કુત્રિમ અછત ઉભી કરી રહી છે. આવી હોસ્પિટલોના નામો એએમસીને જાણવા મળ્યા છે. આ મામલે અમદાવાદ મેડિકલ એસોસિએશનના હોદ્દેદારોને પણ ધ્યાન દોરવામાં આવ્યું છે. તેમને પણ સૂચન કરવામાં આવ્યું છે કે, હાલની પરિસ્થિતિમાં કોઈ પણ સંજોગોમાં હોસ્પિટલમાં કુત્રિમ રીતે ઉભી કરેલી પથારીની અછત સહન નહીં કરવામાં આવે.
આ ઉપરાંત શહેરની વધુ ૮ થી ૧૦ ખાનગી હોસ્પિટલોને પણ કોવિડ હોસ્પિટલ તરીકે રીક્વીઝીટ કરવાની કાર્યવાહી ચાલી રહી છે. આ ઉપરાંત ૧૦૮ સર્વિસને સૂચના આપવામાં આવી છે કે, બને ત્યાં સુધી એક જ પરિવારના સભ્યોને જુદી-જુદી હોસ્પિટલોમાં લઈ જવાના બદલે એક જ હોસ્પિટલમાં લઈ જવામાં આવે.

Related posts

૨૫૦ પેટી વિદેશી દારૂ સહિત કુલ ૧૭.૧૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરતી સ્ટેટ મોનિટરીંગ સેલ…

Charotar Sandesh

ધો.૧થી ૫ના વર્ગો શરૂ કરવા સરકાર અને શિક્ષણ વિભાગની વિચારણા…

Charotar Sandesh

રાજ્યમાં કોરોનાનો વિસ્ફોટ : એક દિવસમાં જ અધધ ર૦,૯૬૬ નવા કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ

Charotar Sandesh