અમેરિકી એજન્સી એફબીઆઇએ…
USA : અમેરિકાના ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનએ પ્રજાની વચ્ચે ભારતીય મૂળના ભદ્રેશકુમાર ચેતનભાઇ પટેલની માહિતી આપવા પર ૧,૦૦,૦૦૦ ડોલર (રૂ.૭૩,૯૬,૨૪૫)ના ઇનામની જાહેરાત ફરીથી કરી છે. FBIના મતે પટેલનો જન્મ ગુજરાતના વીરમગામ તાલુકાના કંતોદ્રી ગામમાં થયો હતો.
ઉલ્લેખનીય છે કે આ વ્યક્તિ એફબીઆઈની ૨૦૧૭મા જાહેર કરાયેલી ૧૦ મોસ્ટ વોન્ટેડ યાદીમાંથી એક છે. આ શુક્રવારે એફબીઆઈએ ફરીથી તેના નામ અને ઇનામની જાહેરાત કરતી ટ્વીટ કરીને જનતાનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
પટેલે ૨૦૧૫ની સાલમાં કથિત રીતે પોતાની પત્ની પલકની હનોવરના મેરીલેન્ડ રાજ્યમાં ડંકિન ડોનેટસના કોફી શોપની અંદર ચાકુ મારી હત્યા કરી દીધી હતી, ત્યારબાદથી જ તે ફરાર છે. તેના પર હત્યાનો આરોપ છે. જો કે તેને ૨૦૧૭મા મોસ્ટ વોન્ટેડની યાદીમાં સમાવ્યો હતો જ્યારે તે એફબીઆઈની પકડમાં આવ્યો નહોતો. તેના પર એક લાખ ડોલરનું ઇનામ છે. આ શુક્રવારે એફબીઆઈએ ફરીથી તેના નામ અને ઇનામની જાહેરાત કરતી ટ્વીટ કરીને જનતાનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
FBIએ લોકોને કહ્યું છે કે જો આ વ્યક્તિ અંગે જાણે છે કે પછી તેમને ખબર છે કે તે કયાં રહે છે તો તેઓ એજન્સી કે નજીકના અમેરિકન એમ્બસી સાથે સંપર્ક કરે.
WTOP રેડિયોએ અધિકારીઓના હવાલે કહ્યું કે ઘટના દરમ્યાન પટેલ ૨૪ વર્ષનો હતો તેને કથિત રીતે પોતાની ૨૧ વર્ષની પત્ની પર દુકાનના પાછળના ભાગમાં રસોઇમા વપરાતા ચાકુથી કેટલીય વખત ઘા કર્યો હતો એ દરમ્યાન ત્યાં ગ્રાહકો પણ હાજર હતા. તેઓ બંને ત્યાં કામ કરતા હતા.
તેને છેલ્લી વખત ન્યૂજર્સીની એક હોટલમાંથી રાજ્યના નેવાર્કમાં એક ટ્રેન સ્ટેશન માટે ટેક્સી લીધી હતી. તે સમયે એની અરૂંડેલ કાઉન્ટીના પોલીસ પ્રમુખ રહી ચૂકેલા ટિમ અલ્ટોમારે રેડિયોને કહ્યું હતું કે આ કેસમાં હિંસા ભડકી હતી. હૃદય કંપાવનારા દ્રશ્યો સર્જાયા હતા અને આ પોલીસ વિભાગ માટે ઝાટકો હતો.
- Nilesh Patel