Charotar Sandesh
દક્ષિણ ગુજરાત

સ્ટેચ્યુ ઓફ યુનિટીની આવકનું બારોબાર ઉઠામણું, પૈસા બેંકમાં પહોંચ્યા જ નહીં…

નર્મદા : વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પાર્કીંગ ટિકિટ વિગેરેનું કામ ખાનગી એજન્સી પાસે છે. ત્યારે રોજનું કલેકશન આવે બેંકે કલેક્શન એજન્ટ તરીકે ડોર સ્ટેપ બેંકિંગ સર્વિસ માટે રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડની” નિમણૂક કરી હતી. રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ” રોજ સાંજ પડે કલેક્શનની રકમ સ્ટેચ્યુ ઓફ યુનિટીના જવાબદાર અધિકારીઓ પાસેથી લઈ બેંકના ખાતામાં જમા કરાવવાની જવાબદારી હતી. જોકે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓફિસે આપેલી રોકડ રકમ અને એની સ્લીપ તથા એકાઉન્ટમાં જમા થયેલ રકમ વચ્ચે ઘણો મોટો તફાવત હતો. આ મામલે એસઓયુ તંત્રએ એચડીએફસી બેંકને જાણ કરતા બેંકે તપાસ હાથ ધરી હતી.
આ તપાસ દરમિયાન નવેમ્બર-૨૦૧૮થી માર્ચ-૨૦૨૦ સુધીના સમયગાળા દરમિયાન રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડના કર્મચારીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી કચેરી ખાતેથી ૫,૨૪,૭૭,૩૭૫ રૂપિયા રોકડ રકમ લઈ બેંક ખાતામાં જમા ના કરાવ્યા હોવાનું બહાર આવતા ખળભળાટ મચ્યો હતો. વડોદરા એચડીએફસી બેંક દ્વારા રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડના જવાબદાર અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ આ ભ્રષ્ટાચાર મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરવા કેવડિયા પોલિસ મથકમાં ફરિયાદ કરી છે. કેવડિયા ડીવાયએસપી વાણી દુધાત આ ભ્રષ્ટાચાર મામલે સમગ્ર તપાસ કરી રહ્યા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા સત્તાવર કહેવામાં આવ્યું છે કે, અમારા તમામ નાણાકિંય વ્યવહારોનું ચાર્ટર્ડ એકાઉટન્ટ દ્વારા ઓડિટ પણ કરવામાં આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની રસીદોને આધારે એચડીએફસી બેંકને સુપ્રત થયેલી રકમ તથા એચડીએફસી બેંક દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના બેંક ખાતામાં જમા કરાવેલ રકમનું મેળવણું એ સમયાંતરે નિયમિત થતી રૂટીન પ્રક્રિયા છે. જો કોઈ તફાવત હોય તો તે એચડીએફસી બેંકની જવાબદારી છે. અને બેંક દ્વારા તેવી લેખિત બાંહેધરી પણ આપવામાં આવી છે. ત્યારે હવે એચડીએફસી બેંક દ્વારા પોલીસે ફરિયાદ થતા છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે.

Related posts

હવે બુટલેગરોનો નવો કીમિયો : કુરીયરમાં આવેલ પાર્સલ બદલાયું, ખોલ્યું તો ૧.૩૫ લાખનો દારૂ નીકળ્યો !

Charotar Sandesh

લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ૩નાં મોત, ૧૫ ઘાયલ…

Charotar Sandesh

દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો, કાળા ડિબાંગ વાદળો સાથે અમીછાંટણા…

Charotar Sandesh