Charotar Sandesh
ગુજરાત

કોરોના નિયમ ભંગ : કાંતિ ગામીત, તેમના પુત્ર સહિત ૧૮ લોકોની ધરપકડ…

તાપી : કોરોના મહામારી દરમિયાન ભાજપના નેતાઓ દ્વારા કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરવાના અનેક કિસ્સાઓ સામે આચી ચૂક્યા છે. ત્યારે ગઇ કાલે વધુ એક ભાજપ નેતા કાંતિ ગામીત દ્વારા ૬૦૦૦થી વધુ લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા હતા. ભાજપ નેતાએ પોતાની પુત્રીના લગ્નમાં એક જાહેર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમા લગભગ ૬૦૦૦થી વધુ લોકો જોડાયા હતા. અને આ લગ્ન સમારંભમાં કોરોના ગાઇડલાઇનનાં ધજાગરા ઉડ્યા હતા. આ મામલે તાપી પોલીસવડા એક્શનમાં આવી અને સોનગઢ પોલીસની ડોસવાડા બીટ જમાદારનો ભોગ લેવાયો છે ત્યાં જ એએસઆઈ અનિરુદ્ધસિંહ દેવસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. હવે આ મામલે પોલીસે આકરી કાર્યવાહી કરી છે અને કાંતિ ગામીત સામે ૩૦૮ મુજબ ગુનો નોંધ્યો છે.

અને કાંતિ ગામીત અને તેમના પુત્ર સહિત ૧૮ લોકો સામે ગુનો દાખલ કરી તમામ લોકોની ધરપકડ કરી છે. ત્યાં જ પીઆઈ સી.કે ચૌધરી અને કોન્સ્ટેબલ અને સ્થાનિક કોર્પોરેટર વિનોદ ચંદેતરાની પણ ધરપકડ કરવામાં આવી છે. કાંતિ ગામીતના ઘરે ભીડ ભેગી થવા મામલે પોલીસે કાર્યવાહી કરી કાંતિ ગામીતની ધરપકડ કરી છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી કાંતિ ગામીત સહિત ૧૮ લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કાંતિ ગામીત અને તેમના પુત્ર સહિત ૧૮ લોકો સામે કલમ ૩૦૮ મુજબ ગુનો નોંધાયો છે અને તામ લોકોની સોનગઢ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

ગઇ કાલે જે જગ્યાએ કાંતિ ગામીતની પૌત્રીની સગાઇનો પ્રસંગ હતો ત્યાંજ કોરોના કેસ નોંધાયો છે. ડોસવાડના ભગતફળિયામાં નવો કોરોના કેસ નોંધાયો છે. જે ચિંતાજનક સમાચાર છે કારણ કે ગઇ કાલે અહિંયા જ ૬૦૦૦થી વધુ લોકો એકઠા થયા હતા અને કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરી લોકો ઝૂમ્યા હતા. ત્યાં જ આ કાર્યક્રમમાં લોકો માસ્ક વગર જ જોવા મળ્યા હતા. ડોસવાડના ભગતફળિયામાં કોરોનાનો નવો કેસ આવતા હવે લોકો ફફડી ઉઠ્યા છે અને જો આ કોરોના દર્દી ગઇ કાલે આ કાર્યક્રમમાં હાજર રહ્યો હોય તો અહિં કોરોનાનો રાફડો ફાટી શકે છે.

Related posts

અમદાવાદમાં કોરોના બેકાબૂ, ખાનગી હોસ્પિટલમાં ૯૫% બેડ કોરોના દર્દીઓથી ભરાયા…

Charotar Sandesh

વડાપ્રધાન મોદીએ કેવડિયા ખાતે ઓલ ઇન્ડિયા કમાન્ડર કોન્ફરન્સમાં હાજરી આપી…

Charotar Sandesh

ગુજરાત યુનિવર્સિટીની ઓનલાઇન પરીક્ષા ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં લેવાશે…

Charotar Sandesh